Jasmin Bhasinએ ‘મધર્સ ડે’ પર પોતાની માંન ગિફ્ટ કરી જ્વેલરી, ક્રૉપ ટૉપ અને પેન્ટ પહેરીને શૉરૂમની બહાર થઇ સ્પૉટ
Jasmin Bhasin Spotted With Mother: જાસ્મીન ભસીન આજકાલ પોતાની નવી તસવીરોના કારણે ખુબ ચર્ચામાં છવાઇ ગઇ છે. ગઇકાલે એટલે કે 14મેએ દુનિયાભરમાં મધર્સ ડેની ધામધૂમથી ઉજવણી થઇ હતી, આ પ્રસંગે ટીવી સ્ટાર જાસ્મીન ભસીને પોતાની માતાને જ્વેલરી ગિફ્ટ કરી હતી. આની તસવીરો હવે સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'બિગ બૉસ 14' ફેમ જાસ્મીન ભસીન પોતાના પરિવારને ખાસ સ્પેશ્યલ એક્સપીરિયન્સ કરાવવાની તક ક્યારેય ચૂકતી નથી.
તાજેતરમાં જ જાસ્મીન ભસીન પોતાની માતા ગુરમીત કૌર અને કેરટેકર અંજના શ્રીવાસ્તવ સાથે મુંબઈમાં જોવા મળી હતી.
મધર્સ ડેના પ્રસંગે જાસ્મીન ભસીન પોતાની માતાને તનિષ્કના શૉરૂમમાં લઈ ગઈ હતી. આ સમયે અભિનેત્રીએ પોતાની માતાને જ્વેલરી ગિફ્ટમાં આપી હતી.
શૉરૂમની બહાર તેની માતા સાથે જોવા જોવા મળેલી જાસ્મીન ભસીન ખુબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.
જાસ્મીન ભસીને બ્લેક પેન્ટ સાથે ક્રૉપ ટૉપ પેર કર્યુ હતુ, અને સ્લિંગ બેગ અને સફેદ હીલ્સ સાથે લૂકને પૂરો કર્યો હતો.
'ટશન એક ઈશ્ક'ની હીરોઈન મિનિમલ મેક-અપ અને ખુલ્લા વાળમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.
જાસ્મીન ભસીને સોશ્યલ મીડિયા પર મધર્સ ડે પર તેને પોતાની માતા અને કેરટેકરને શુભેચ્છા પાઠવી હતી.