Jawan OTT Release: ઓટીટી પર આ તારીખે રિલીઝ થઈ શકે છે Shah Rukh Khan ની ફિલ્મ Jawan
સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન' ખૂબ જ જલ્દી OTT પર આવવા જઈ રહી છે. ચાહકો ફિલ્મની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલીની મલ્ટીસ્ટારર ફિલ્મ 'જવાન' એ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ ફિલ્મને લઈને લોકોમાં અદ્દભૂત ક્રેઝ જોવા મળ્યો હતો.
આ ફિલ્મ નેટફ્લિક્સ પર શાહરૂખ ખાનના જન્મદિવસ પર એટલે કે 2જી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.
આ વર્ષે 7 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ વિશ્વભરમાં 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ સાબિત થઈ છે.
રિલીઝના આટલા દિવસો બાદ પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે.
ફિલ્મમાં દીપિકા પાદુકોણનો કેમિયો પણ અદભૂત છે. દર્શકોને તેનું પાત્ર ખૂબ પસંદ આવ્યું. તમને જણાવી દઈએ કે દીપિકાએ આ રોલ માટે કોઈ ફી લીધી નથી.
શાહરુખ ખાન અભિનીત ફિલ્મમાં રોમાન્સ કેવી રીતે ન હોઈ શકે ? શાહરૂખ ખાને આ એક્શન થ્રિલર ફિલ્મના ગીત 'ચલેયા તેરી ઓર'માં નયનતારા સાથે જબરદસ્ત રોમાન્સ કર્યો હતો. ગીતમાં બંનેની કેમેસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા હતા.
સાઉથ સ્ટાર વિજય સેતુપતિએ પણ 'જવાન'માં શાનદાર કામ કર્યું છે.