ઇઝરાયલ-હમાસ વચ્ચે કંગના રનૌતે ઇઝરાયલના રાજદૂત સાથે કરી મુલાકાત, સમર્થનમા કહી આ વાત
અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'તેજસ' 27 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન અભિનેત્રી દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસી પહોંચી જ્યાં તેણે ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોન સાથે મુલાકાત કરી હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં કંગના રનૌત દિલ્હીમાં છે. જ્યાં તે ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનને મળી હતી.
આ બેઠકમાં તેણે આતંકવાદ સામે ઈઝરાયેલને પોતાનું સમર્થન આપ્યું છે.
કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ મીટિંગની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. જેની સાથે તેણે ઈઝરાયેલનું સમર્થન કરતા કેપ્શન પણ લખ્યું છે.
આ કેપ્શનમાં કંગનાએ ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કર્યું છે. તેણે લખ્યું, મને લાગ્યું કે મારે ઇઝરાયેલની એમ્બેસીમાં આવવું જોઈએ અને એવા લોકોને મળવું જોઈએ જે આધુનિક રાવણ હમાસ જેવા આતંકવાદીઓને હરાવી રહ્યા છે.
કંગનાએ આગળ લખ્યું કે- હું આશા રાખું છું કે હમાસ વિરુદ્ધ યુદ્ધમાં ઇઝરાયેલ જીતશે.
કંગનાએ જણાવ્યું કે આ મીટિંગમાં તેણે તેની આગામી ફિલ્મ તેજસ અને ભારતના સ્વનિર્ભર ફાઈટર એરક્રાફ્ટ તેજસ વિશે પણ ચર્ચા કરી.દરમિયાન કંગના વ્હાઈટ અને બ્લુ ચેક ડ્રેસમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.
કંગના રનૌતની ફિલ્મ 'તેજસ' 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.