કરણ દેઓલ અને દ્રિશા સાત જન્મના બંધનમાં બંધાયા, લગ્નની તસવીરો સામે આવી
જેમાં પિતા સની દેઓલ , કાકા બોબી, દાદા ધર્મેન્દ્ર અને તેમની સરઘસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરણ દેઓલે આજે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે બંને કપલ મંડપમાં બેસીને લગ્નની વિધિ કરતા જોવા મળે છે.
સની દેઓલની વહુ દ્રિષા આચાર્ય લાલ લહેંગા પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લુકને કમ્પ્લીટ કરવા માટે દિશાએ ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી છે.
જ્યારે કરણ દેઓલે સફેદ શેરવાની પહેરી છે અને બંનેએ ગળામાં માળા પહેરી છે.
આ ફોટામાં તમે પુત્રના લગ્ન સમારોહમાં સની દેઓલને સફેદ અને હળવા લીલા રંગની કોમ્બિનેશન શેરવાની પહેરેલી જોઈ શકો છો, જેના પર ગોલ્ડન બટન ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.
આ તસવીરોમાં બોબી દેઓલ પણ તેના ભત્રીજાના લગ્નના દિવસે ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યા છે. સફેદ અને આછા વાદળી રંગની શેરવાની સાથે લાલ પાઘડી પહેરીને તે અત્યંત સુંદર લાગતો હતો.