મુનવ્વર ફારૂકીથી પૂનમ પાંડે સુધી, જાણો Lock Upp શો માટે કેટલી ફી વસૂલી રહ્યા છે સેલેબ્સ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનો શો લોક અપ પહેલા અઠવાડિયામાં જ ટોપ શોની યાદીમાં સામેલ થઇ ગયો છે. શોનો જેલ કોન્સેપ્ટ ચાહકોને પસંદ આવી રહ્યો છે. કંગનાની જેલમાં તમામ વિવાદાસ્પદ કેદીઓ તેમના અલગ-અલગ વ્યક્તિત્વથી ચાહકોને પ્રભાવિત કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે કંગના રનૌતની જેલમાં રહેવા માટે તેના તમામ કેદીઓ ભારે ફી વસૂલ કરે છે. ચાલો જાણીએ કંગનાના કયા કેદીની ફી કેટલી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગના રનૌતને શો માટે મોટી રકમ આપવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, કંગના રનૌત દરેક એપિસોડ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોક અપ શો માટે કંગનાને 25 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી રહી છે.
અંજલિ અરોરા કંગના રનૌતની જેલમાં સૌથી નાની વયની કેદી છે. અંજલિ શોમાં આવવા માટે એકતા કપૂર પાસેથી મોટી રકમ લઈ રહી છે. રિપોર્ટ અનુસાર અંજલીને એક અઠવાડિયા માટે 3 થી 4 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
મુનવ્વર ફારૂકી કંગના રનૌતની જેલમાં સૌથી લોકપ્રિય કેદી છે. શોમાં મુનવ્વરને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે. મુનવ્વર કંગનાના જેલમાં રહેવા માટે દર અઠવાડિયે 3 થી 3.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
પૂનમ પાંડે કંગનાની જેલમાં સૌથી બોલ્ડ અને સિઝલિંગ કેદી છે. પૂનમ પાંડે લોકઅપમાં રહેવા માટે એક અઠવાડિયા માટે 3 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.
પાયલ રોહતગી કંગનાના શોમાં બાકીના સ્પર્ધકોને ટક્કર આપી રહી છે. કંગનાના લોકઅપ માટે પાયલને દર અઠવાડિયે 3 લાખ રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે.
શોમાં નિશા રાવલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. નિશા રાવલને લોકઅપમાં રહેવા માટે એક સપ્તાહ માટે 1.75-2 લાખ રૂપિયાની ફી આપવામાં આવી રહી છે.
લોકઅપ પહેલા સિદ્ધાર્થ શર્મા કેટલાક રિયાલિટી શોમાં દેખાયો છે. આ શોમાં આવવા માટે સિદ્ધાર્થ દર અઠવાડિયે 2 થી 2.5 લાખ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે.
ટીવીની કોન્ટ્રોવર્શિયલ એક્ટ્રેસ સારા ખાન તેના સુંદર દેખાવના કારણે શોમાં ઘણી ચર્ચામાં છે. સારા કંગનાના શો માટે દર અઠવાડિયે 2.5 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
સાયશા શિંદે પોતાના ટ્રાન્સફોર્મેશનને કારણે ઘણી ચર્ચામાં છે. સાયશા લોકઅપમાં રહેવા માટે એક અઠવાડિયા માટે 1 લાખ રૂપિયા લઈ રહી છે.
ટીવીનો સૌથી લોકપ્રિય અભિનેતા કરણવીર બોહરા પણ કંગના રનૌતનો કેદી છે. કરણવીર બોહરા હવે લોકઅપમાં ચાહકોને વ્યક્તિત્વનો પરિચય કરાવી રહ્યો છે. કરણને શોમાં આવવા માટે દર અઠવાડિયે 2 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.