પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે સ્ટાઈલ આઈકોન બની ગઈ છે કરીના કપૂર, હવે Ethinic Look માં જોવા મળી
કરીના પહેલાથી જ એક દિકરાની માતા છે જેનું નામ તૈમૂર છે. તૈમૂરનો જન્મ ડિસેમ્બર 2016માં થયો હતો. તૈમૂરના જન્મ સમયે પણ કરીનાએ કામમાંથી બ્રેક નહોતો લીધો અને સતત એક્ટિવ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરીના હાલના સમયમાં પોતાના અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરી રહી છે. હાલમાં જ તે એક જાહેરખબરની શૂટિંગ દરમિયાન જોવા મળી હતી.
ગ્રે કલરના ડ્રેસને લઈ કરિના સોશિયલ મી઼ડિયા પર ચર્ચામાં રહી હતી. જેમાં બીબી બંપ જોવા મળી રહ્યો હતો. કરીના આ તબક્કામાં પણ એક ટોક શો ચલાવે છે. જેને તે પોતે હોસ્ટ કરે છે. હાલમાં જ આ શોનો હિસ્સો વરૂણ ધવન બન્યો હતો.
આ પહેલા પણ કરિના ઘણી વખત સ્પોટ થઈ છે. હાલમાં જ તે ચેટ શો દરમિયાન સ્ટાઈલિશ ડ્રેસમાં જોવા મળી હતી.
હાલમાં જ કરિના પોતાના બ્રાંદ્રા ઘરની બહાર જોવા મળી હતી. જેમાં તેનો Ethinic Look શાનદાર લાગ્યો હતો. પીળા કલરના આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
કરીના કપૂર ખાન ટૂંક સમયમાં સારા સમાચાસ સંભળાવશે. કરિના અને સૈફ ટૂંક સમયમાં બીજા બાળકનું વેલકમ કરશે. પરંતુ આ પહેલા કરિના સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
એક સમય હતો જ્યારે એક્ટ્રેસ પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર છુપાવતા હતા અને કામમાંથી બ્રેક લઈ લેતા હતા પરંતુ હવે એવું નથી. હવે છુપાવવાનું તો દુર અભિનેત્રીઓ લાઈફના આ તબક્કાને ખૂબ જ એન્જોય કરે છે અને કામ પણ કરે છે. એવું જ એક ઉદાહરણ કરીના કપૂર ખાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -