પ્રેગ્નન્સીમાં સ્કિનની આ સમસ્યામાં કરીના ચહેરા પર લગાવતી હતી ટૂથપેસ્ટ, જાણો એક્ટ્રેસે 'પ્રેગ્નન્સી બાઇબલ'માં શું કર્યો ખુલાસો
એક્ટ્રેસ કરીના કપૂરે તેમના પુસ્તક 'પ્રેગ્નન્સી બાઇબલ'માં તેમની બંને પ્રેગ્નન્નસીના અનુભવોને શેર કર્યાં છે. તેમણે લખ્યું છે કે, ગર્ભ રહ્યાં બાદ તે હોર્મોનલ ચેન્જીસના કારણે અનેક સમસ્યાથી પરેશાન હતી. સ્કિન પર પણ તેની અસર જોવા મળતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કિનનો ગ્લો બનાવી રાખવા માટે આ સમયે તેમણે મોંઘા બ્યુટી પ્રોડક્ટના બદલે ઘરેલું ફેસ પેકનો ઉપયોગ કર્યો. તેમણે તેમના પુસ્તક 'પ્રેગ્નન્સી બાઇબલ'માં લખ્યું છે કે, તેમને સ્કિન પર સ્પોટસની સમસ્યા થઇ ગઇ હતી આ માટે તેમણે દંતમંજન એટલે કે ટૂથપેસ્ટ લાગવ્યું હતું. તેમણે કહ્યું કે આ બધું જ હોર્મોનલ ચેન્જીનસના કારણે હતું. થાડો સમય બાદ સ્કિન આપો આપ ઠીર થઇ ગઇ.
'પ્રેગ્નન્સી બાઇબલ'માં તેમણે લખ્યું કે, હું બહારના મોંઘા બ્યુટી પ્રોડક્ટ પર વિશ્વાસ નથી કરતી. સ્કિન ઇરિટેશનની સમસ્યામાં હું પપૈયાના પલ્પમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવતી હતી. જેનાથી ત્વચાને ઠંડક મળતી હતી.
આ બધાની સાથે કરીના ચણાના લોટનું પણ ફેસપેક બનાવે છે. તે મુલતાની માટીને પણ ચહેરા પર લગાવે છે. તો થાકેલી આંખોને આરામ આપવા માટે તે કાકડીની સ્લાઇસ આંખો પર મૂકે છે. આ ઘરેલુ નુસખ્ખા તે 15 દિવસમાં એકવાર ટ્રાય કરતી હતી.
કરીના કહ્યું કે, બદામના તેલનો પ્રયોગ તેમની દાદી પાસેથી શીખ્યો છે. ફેસ પર બદામના તેલની માલિશનું ખૂબ જ સારૂં પરિણામ મળે છે. કરીના તેમાં દહીં મિક્સ કરીને પણ ફેસપેક બનાવે છે. જેનો પ્રયોગ પણ તે 15 દિવસમાં એક વાર કરે છે.