8 મહિનાની પ્રેગ્નન્ટ કરીનાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર કરી શેર,પોઝ પર યુઝર્સે કરી આવી કમેન્ટ
બોલિવૂડ:કરીના કપૂર ખાન બહુ જલ્દી બીજા બાળકની માતા બનવા જઇ રહી છે. તેના બીજા બાળક મુદ્દે કરીના જેટલી એકસાઇડેટ છે તેટલી જ તે તેના કામને લઇને પણ કમિટેડ પણ છે. તે પ્રેગ્નન્સીના અંતિમ દિવસોમાં પણ કામ કરી રહી છે અને સ્પોટ થતી રહે છે. તેમણે બેબી બમ્પ ફ્લોન્ટ કરતો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જો કે આ ફોટો પર યુઝરે કમેન્ટ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેગ્નન્સીમાં સૈફ કરીનાનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યાં છે. જે જ્યારે મુંબઇ હોય છે. વોકિંગમાં તેમની સાથે સેફ જાય છે. શૂટિંગના શિડ્યૂલમાં પણ સૈફ તેમને સાથે લઇને ગયા હતા.
કરીના કપૂરની બેબી બમ્પવાળી તસવીર પર યુઝર્સે જુદી જુગી કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું, ‘યૂ કિલિંગ ઇટ’ બીજા એક યુઝરે લખ્યું કે,’ હું પ્રગ્નન્ટ નથી પરંતુ મારો લૂક કંઇક આવો જ દેખાય છે’. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, ‘બસ કલયુગમાં આજ બતાવવાનું રહી ગયું હતું’
આ ફોટોમાં કરીના આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેતી જોવા મળે છે. તેમણે તેના બંને હાથમાં બેબી બમ્પને પકડી રાખ્યો છે. કરીના યોગ મુદ્રામાં પોઝ આપતી જોવા મળે છે.
તો યુઝરે એવું પણ લખ્યું કે, “યોગ શું વાત છે, પૈસા માટે તો આ મહિલા પ્રેગ્નન્સીમાં પેરાગ્લાઇડિંગ પણ કરી લેશે”, તો એક યુઝરે તો સવાલ જ પૂછી નાખ્યો કે, હજુ બીજા કેટલા બાળકો પેદા કરવાનો પ્લાન છે?
પ્રેગ્નન્સીના દિવસોમાં પણ કરીના ગ્લેમરસ દેખાય છે. જો કે તે તેમની પાતળી કમરને મિસ કરે છે. તેમણે આ મુદ્દે સોશિયલ મીડિયામાં તેમણે તેમની જુની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ઉફ યે કમર,,આ ફોટોમાં કરીનાનું ઝીરો ફીગર હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -