'મારો પતિ મને હનીમૂન પર લઇ ગયો ને ત્યાં તેના મિત્રોને વેચી મારી, ને કહ્યું.....' - હૉટ એક્ટ્રેસે શેર કર્યો જિંદગીનો કડવો અનુભવ
Karisma Kapoor Personal Life: બૉલીવુડમાં 90ના દાયકાની કરિશ્મા કપૂર ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતી, પરંતુ હાલ એક્ટ્રેસ એકલવાયુ જીવન જીવી રહી છે, હાલમાં જ કરિશ્મા કપૂરે પોતાના અંગત જીવનમાં કેવી કેવી પીડા ભોગવી છે તેનો ખુલાસો કર્યો હતો, જે ખરેખર દુઃખદાયક છે. જાણો લાઈમલાઈટમાં રહેતી કપૂર પરિવારની આ છોકરીએ શા માટે લગ્ન તોડ્યા, અને હાલ શું કરી રહી છે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્મા કપૂરે વર્ષ 2006માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસો સુધી તેમનું લગ્નજીવન સારું રહ્યું, પરંતુ પછી તેમના લગ્ન જીવનમાં એવી તિરાડ આવી ગઈ અને કેટલાય ઝઘડાો થવા લાગ્યા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરિશ્માએ કહ્યું હતું કે તેને પોતાના લગ્નમાં કેટલીય યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ખુલાસો કર્યો હતો કે તેને લગ્નના પહેલા દિવસથી જ હેરાન પરેશાન કરવામાં આવી હતી.
પિંકવિલાના અહેવાલો અનુસાર, કરિશ્માએ ખુલાસો કર્યો હતો કે લગ્ન પછી જ્યારે તે સંજય કપૂર સાથે હનીમૂન પર ગઈ હતી ત્યારે તેના પતિએ તેને મિત્રો સાથે મોકલી દીધી હતી, તેને મિત્રો સાથે શેર કરી, વેચી દીધી હતી. કરિશ્માએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેને પોતાના પતિની વાત ના માની ત્યારે સંજયે તેને ખૂબ માર પણ માર્યો હતો.
કરિશ્માએ સંજય કપૂર અને તેના પરિવાર પર ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો અને કેસ પણ નોંધાવ્યો હતો. આ કેસ લાંબા સમય સુધી ચાલ્યો.
કરિશ્મા કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સંજય તેને ખૂબ હેરાન કરતો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ કરિશ્મા કપૂરે પોતાની અરજીમાં પ્રેગ્નન્સી દરમિયાનની એક ઘટના પણ જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂરે સંજય કપૂરથી બે બાળકો છે. કરિશ્માની દીકરીનું નામ સમાયરા કપૂર અને દીકરાનું નામ કિયાન કપૂર છે. કરિશ્મા સિંગર તેના બંને બાળકોનો માતા-પિતા તરીકે ઉછેર કરી રહી છે.
વર્ષ 2016માં કરિશ્મા કપૂરે તેના પીડાદાયક લગ્નજીવનમાંથી છૂટકારો મેળવ્યો અને સંજય કપૂરથી છૂટાછેડા લીધા. કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા લીધા પછી, સંજયે પ્રિયા સચદેવ સાથે બીજા લગ્ન કર્યા, કરિશ્મા હજી પણ એકલવાયુ જીવન જીવી રહી છે
કરિશ્મા કપૂરે બૉલીવુડમાં કેટલીય હિટ ફિલ્મો આપી છે, જેમાં 'દિલ તો પાગલ હૈ', 'રિશ્તે', 'બીવી નંબર વન', 'જુડવા', 'હીરો નંબર વન', 'રાજા હિન્દુસ્તાની' અને રાજા બાબુ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
વર્ષ 2020માં કરિશ્માની પહેલી વેબ સિરીઝ મેન્ટલહૂડ આવી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.