Virat Kohli: વિરાટ કોહલી રમશે 500મી ઇન્ટરનેશનલ મેચ, ભારત તરફથી સૌથી વધુ મેચ રમનાર ટોચના પાંચ ક્રિકેટરો
વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજથી પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલીની આ 500મી મેચ પણ હશે. 2008માં વિરાટે ભારત તરફથી શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. હાલમાં રમતા ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવવાની સાથે કોહલીના નામે મોટો રેકોર્ડ પણ છે. આવી સ્થિતિમાં અમે તમને એવા ટોપ-5 ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ભારત માટે સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસચિન તેંડુલકર ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ક્રિકેટર છે. તે વિશ્વનો સૌથી વધુ કેપ્ડ ખેલાડી પણ છે. 1989માં ડેબ્યૂ કરનાર સચિને 200 ટેસ્ટ, 463 ODI અને એક T20 મેચ રમી હતી. તેણે તેની છેલ્લી મેચ 2013માં રમી હતી.
ભારત માટે સૌથી વધુ મેચ રમવાના મામલે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ બીજા નંબર પર છે. 2004 થી 2019 ની વચ્ચે પૂર્વ કેપ્ટન ધોનીએ ભારત માટે 535 મેચ રમી હતી. 15 ઓગસ્ટ 2020 ના રોજ, ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
1996માં ભારત તરફથી ડેબ્યૂ કરનાર રાહુલ દ્રવિડ ત્રીજા નંબર પર છે. ભારતીય ટીમનું સુકાન સંભાળનાર દ્રવિડની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. અભિ ભારતીય ટીમનો મુખ્ય કોચ છે.
વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધી 499 મેચ રમી છે. તે 500 મેચ રમનાર ભારતનો ચોથો ખેલાડી હશે. તે 25461 રન સાથે સચિન તેંડુલકર પછી ભારત માટે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. સૌથી વધુ મેચ રમવાના મામલે વિરાટ પાસે હજુ પણ આગળ જવાની તક છે.
આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા 5માં નંબર પર છે. 2007માં ડેબ્યૂ કરનાર રોહિતે ભારત માટે અત્યાર સુધીમાં 442 મેચ રમી છે. તે વિશ્વમાં સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમનાર ખેલાડી પણ છે.