bhool bhulaiyaa 2: ફિલ્મના પ્રમોશન દરમિયાન જોવા મળ્યો કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનો સ્ટાઇલિશ અવતાર
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં પોતાની ફિલ્મને લઇને ચર્ચામાં છે. તેઓ તેમની આગામી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્તિક અને કિયારાના પ્રમોશન દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે.
કાર્તિક અને કિયારા ફિલ્મના પ્રમોશન દરમિયાન જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા.
કિયારા અડવાણી સફેદ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી. તેણે હીલ્સ અને સિમ્પલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
બીજી તરફ કાર્તિક આર્યનના લુકની વાત કરીએ તો તે બ્લેક ટી-શર્ટ, જીન્સ અને બ્રાઉન જેકેટમાં જોવા મળ્યો હતો.
પ્રમોશન દરમિયાન કાર્તિક અને કિયારાએ અલગ-અલગ પોઝ આપ્યા હતા. ભૂલ ભૂલૈયા 2 ની વાત કરીએ તો કિયારા અને કાર્તિકની સાથે રાજપાલ યાદવ અને તબ્બુ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.