Bhool Bhulaiyaa 2 Promotion: કાર્તિક આર્યન- કિયારા અડવાણી પ્રમોશન દરમિયાન જોવા મળ્યા કૂલ અંદાજમાં
મુંબઇઃ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં પોતાની ફિલ્મના કારણે ચર્ચામાં છે. હાલમાં તેઓ પોતાની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘ભૂલ ભુલૈયા 2’ ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી ફિલ્મને લઈને ઉત્તેજના વધુ વધી ગઈ છે.
કાર્તિક અને કિયારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પ્રમોશન દરમિયાન કિયારાએ ડેનિમ શોર્ટ્સ અને સફેદ ક્રોપ ટોપ સાથે નિયોન કલરનું ઓવરસાઈઝ બ્લેઝર પહેર્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
‘ભૂલ ભૂલૈયા 2’માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સાથે રાજપાલ યાદવ, અમર ઉપાધ્યાય, સંજય મિશ્રા અને મિલિંગ ગુણાજી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
કાર્તિક અને કિયારાની ‘ભૂલ ભૂલૈયા 2’ અનીસ બઝમી દ્વારા નિર્દેશિત છે અને આ ફિલ્મ 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી