'કસૌટી જિંદગી કી'એક્ટ્રેસના ગ્લેમરસ અંદાજે ઉડાવ્યા હતા હોશ, ફિલ્મોમાં આપ્યા છે બોલ્ડ સીન
Surveen Chawla Latest Photos: 'કસૌટી જિંદગી કી'માં ઘણી એવી અભિનેત્રીઓ હતી જેમણે ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને બહુ ફેમસ ન થઈ શકી પરંતુ દરેકને તેમની ગ્લેમરસ સ્ટાઇલ પસંદ આવી હતી. તેમાંથી એક છે લોકપ્રિય ટીવી અભિનેત્રી સુરવીન ચાવલા જેણે બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સુરવીન ચાવલા નામની આ અભિનેત્રી એક ફિલ્મના કેટલાક ગીતોથી ઈન્ડસ્ટ્રીમાં ફેમસ થઈ ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે અભિનેત્રી સુરવીન ચાવલાનું નામ તો સાંભળ્યું જ હશે? તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. સુરવીનની સૌથી લોકપ્રિય સિરિયલ 'કસૌટી જિંદગી કી' હતી. આ પછી તે કેટલીક સિરિયલો કરીને ફિલ્મોમાં આવી હતી.
2014માં આવેલી ફિલ્મ 'હેટ સ્ટોરી 2'માં સુરવીન ચાવલાનું એક અલગ જ રૂપ જોવા મળ્યું હતું. 'આજ ફિર તુમ્પે પ્યાર આયા હૈ' ગીત અને આખી ફિલ્મમાં સુરવીને તમામ હદો વટાવી દીધી હતી. આ પછી પણ સુરવીને ઘણી ફિલ્મો કરી પરંતુ તેનું ફિલ્મી કરિયર કંઈ ખાસ રહ્યું નહોતું.
સુરવીન ચાવલા આ વર્ષે 1 ઓગસ્ટે 40 વર્ષની થઈ પરંતુ તમે તેને જોઈને તેની ઉંમરનો અંદાજ તમે લગાવી શકતા નથી. સુરવીને 2015માં અક્ષય ઠક્કર સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી પણ છે.
સુરવીન ચાવલા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. અહીં તેને 1.6 મિલિયન લોકો ફોલો કરે છે. એક છોકરીની માતા હોવા છતાં તે એકદમ ફિટ દેખાય છે.
'કસૌટી જિંદગી કી' સિવાય સુરવીને 'કાજલ' અને 'કહીં તો હોગા' જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે. સુરવીને કેટલીક હિન્દી વેબ સિરીઝ અને કેટલીક પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સુરવીન ચાવલાએ 'પાર્ચ્ડ', 'રાણા નાયડુ, 'અગલી', 'હક સે', 'ક્રિએચર 3D', 'લકી અનલકી સ્ટોરી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે '24', 'કોપી', 'છૂરી' જેવી સિરીઝમાં પણ કામ કર્યું છે.
સુરવીન ચાવલાએ કોમેડી સર્કસની ઘણી સીઝનમાં પણ કામ કર્યું છે. અહીં તેણે એન્કરિંગ કરીને લોકોનું મનોરંજન કર્યું છે. આ સિવાય સુરવીને કેટલાક ટીવી એવોર્ડ શો પણ હોસ્ટ કર્યા છે.