વિકી કૌશલના ઘરના ટેરેસ પરથી દેખાય છે આખુ મુંબઇ શહેર, ગૌરી ખાને કરી છે ડિઝાઇન
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફની લાઈફસ્ટાઈલ ખૂબ જ લક્ઝરિયસ છે. શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને કેટરીનાના ટેરેસને વધુ સુંદર બનાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટરીના કૈફે પોતાના સપનાના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. વિકી કૌશલ અને કેટરીનાના ઘરની છત ખૂબ સુંદર સજાવી છે.
વિકીના ટેરેસ પરથી મુંબઈ શહેર દેખાય છે. વિકી અને કેટરિના ઘણીવાર તેમના ટેરેસમાં સાથે સમય વિતાવે છે.
કેટરિના કૈફ તેના ઘરના ટેરેસની જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવા માંગતી હતી. જેના કારણે તેણે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પાસે ગઈ હતી.
પહેલા કેટરિના કૈફના ઘરનું ટેરેસ કંઈક આવું દેખાતું હતું, પરંતુ બાદમાં ગૌરી ખાને આ ટેરેસને એક અદ્ભુત જગ્યામાં ફેરવી નાખી હતી.
કેટરીનાએ ગૌરીને કહ્યું- હું મારા ટેરેસમાં શાંતિ મેળવવા માંગુ છું. તેનો ઉપયોગ કરી શકાય એટલી જગ્યા છે, અહીં પાર્ટી કરવી સરળ છે.
ગૌરી ખાને કેટરિનાના ટેરેસને બ્યુટિફૂલ કરવાનું કામ હાથમાં લીધું અને તેના ટેરેસને ઇન્ડોર પ્લાન્ટ્સ અને લક્ઝુરિયસ ફર્નિચર સુધીની દરેક વસ્તુથી સજાવી દીધી.
લાઇટ્સથી લઈને ફર્નિચર સુધી કેટરિના કૈફને ખૂબ જ પસંદ આવ્યું હતું. અભિનેત્રીએ ગૌરી ખાનની પસંદગીના વખાણ કર્યા હતા.
કેટરિનાના ઘરની ટેરેસ સાંજના સમયે ડિમ લાઇટ સાથે આવી દેખાય છે. કેટરિનાને આ સોફા સેટ પસંદ હતો. હવે કેટરીના તેના ઘરના આ વિસ્તારમાં નાની-નાની પ્રાઈવેટ પાર્ટીઓ કરે છે.