Conjunctivitis: જેની આંખ આવી હોય તેની સામે જોવાથી નહિ પરંતુ આ રીતે લાગે છે આંખમાં ચેપ
ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંજેક્ટિવાઇટિસમાં, ઉપરની પટલમાં સોજો આવવા લાગે છે અને ઈન્ફેક્શન થઇ જાય છે. આ રોગના લક્ષણોમાં આંખની લાલાશ, સોજો, પાણીયુક્ત સ્ત્રાવ, આંખોમાં ખંજવાળ જેવી સમસ્યા થાય છે.
જ્યારે વ્યક્તિને કંજેક્ટિવાઇટિસની સમસ્યા શરૂ થાય છે અને પ્રકાશમાં આંખ ખોલવામાં મુશ્કેલી ઉભી થાય. છે ત્યારે આંખ ખુલી શકતી નથી. ત્યારે તબીબ કાળા ઘાટા ચશ્મા પહેરવાની ભલામણ કરે છે.
કંજેક્ટિવાઇટિસથી પીડિત લોકો એક એવી માન્યતાના કારણે પણ ગોગલ્સ પહેરે છે કે કે તેમના કારણે ચેપ અન્ય લોકોમાં ન ફેલાય.જો કે માન્યતા ખોટી છે. આંખ આવી હોય તેના સામે જોવાથી આ વાયરસ નથી ફેલાતો.
કાળા ચશ્મા પહેરવાનું કારણ એ છે કે તેજ પ્રકાશથી આંખોને કેવી રીતે બચાવવી. ઉપરાંત, ચશ્મા પહેરવાથી આંખોમાં ધૂળ અને રજકણોને ન પડે અને ઇન્ફેકશન વધુ ન થાય.
કંજેક્ટિવાઇટિસ ફોમાઈટ્સ વાયરસ દ્વારા ફેલાય છે, આ રોગ જેઓ પહેલાથી જ આ વાયરસથી સંક્રમિત છે તેમના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સંક્રમિત વ્યક્તિએ આંખને સ્પર્શ કર્યાં બાદ કોઇ વસ્તુને કે સ્પર્શ કરે અને આપ પણ આ જગ્યા સ્પર્શ કરો અને બાદ આંખને સ્પર્શ કરો તો જ આ રોગ ફેલાઇ છે
જો આ રોગને અટકાવવો હોય તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે તમારા હાથ વારંવાર ધોવા. જેની સાથે આવું થયું છે તેના હાથના સ્પર્શથી દૂર રહો.
જો તમને આ રોગ છે, તો તમારી આંખોને વારંવાર સ્પર્શ કરશો નહીં. આ રોગને મટાડવા માટે પ્રથમ દવા એન્ટિબાયોટિક છે. તે 2-3 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે.