Katrina Kaifએ સમુદ્ર કિનારે મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો જન્મદિવસ
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે 16 જૂલાઈ શનિવારના રોજ પોતાનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રીએ તેના જન્મદિવસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. કેટરીના કૈફ તેના પતિ વિકી કૌશલ સાથે શુક્રવારે તેનો જન્મદિવસ ઉજવવા માલદીવ જવા રવાના થઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર કેટે તેના મિત્રો અને પરિવાર સાથેના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો શેર કરતાં કેટરિનાએ કેપ્શન લખ્યું- બર્થડે વાલા દિન. અભિનેત્રી શરવરી વાગ સાથે ફની પોઝ આપતી જોવા મળી રહી છે.
આ ફોટોમાં પણ તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
જન્મદિવસની સાંજે કેટરિનાએ ઉતાવળમાં ઘણા ફોટા શેર કર્યા. ફોટામાં શરવરી વાગ, તેની બહેન ઈસાબેલ અને વિકી કૌશલનો ભાઈ સની કૌશલ પણ છે.
આ તસવીરમાં કેટરીના માલદીવના બીચ પર તેની ગર્લ્સ ગેંગ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
જો કે કેટરીનાનો હેન્ડસમ પતિ વિકી કૌશલ તમામ ફોટામાંથી ગાયબ છે. તે કોઈપણ ફોટામાં દેખાતો નથી.
કેટરિના કૈફ અને વિકી કૌશલે વર્ષ 2020ના ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.