કેટરિનાથી લઇને કરિના કપૂર, બોલિવૂડની આ અભિનેત્રીઓને પતિએ પહેરાવી કરોડો રૂપિયાની રિંગ
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની ખૂબ ચર્ચા ચાલી રહી છે. કેટરિનાનો બ્રાઇડલ લૂકની તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર છવાઇ છે. ગોલ્ડ ડાયમંડની જ્વેલેરીમાં કેટરિના સુંદર લાગી રહી હતી. કેટરિનાની લગ્નની તસવીરોમાં તેની સગાઇની રીંગ પર લોકોની નજર પડી હતી. વિક્કીએ કેટરિનાને સુંદર પ્લેટિનિયમ રિંગથી પ્રપોઝ કર્યું હતું. આ રિંગ ટિફની કંપનીની છે. રિપોર્ટ અનુસાર આ રિંગની કિંમત 7,40,708 રૂપિયા છે. કેટરિના સિવાય બોલિવૂડમાં અનેક એક્ટ્રેસ છે જેના પતિએ તેઓને મોંઘી એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ કુંન્દ્રાએ શિલ્પાને 20 કેરેટની ડાયમંડ રિંગ ગિફ્ટ કરી હતી. આ રિંગની કિંમત 3 કરોડ રૂપિયા હતી
એક્ટ્રેસ અસિનને તેના પતિ રાહુલ શર્માએ 6 કરોડ રૂપિયાની રિંગ પહેરાવી હતી. અસિને 2016માં બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ રિંગ બેલ્જિયમથી મંગાવી હતી અન અસિન અને રાહુલના મિત્રએ ડિઝાઇન કરી હતી.
અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે 2007માં લગ્ન કર્યા હતા. અભિષેક બચ્ચને ઐશ્વર્યાને 53 કેરેટની સોલિટેયર ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું જેની અંદાજીત કિંમત 50 લાખ રૂપિયા હતી
અનુષ્કા શર્માએ 2017માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. વિરાટે અનુષ્કાને મોટી ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું. વિરાટે અનુષ્કાને અંદાજીત 1 કરોડ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરાવી હતી.
કરીના કપૂરને સૈફ અલી ખાને એક રાઉન્ડ ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું. કરીના કપૂરે વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.
દીપિકાને રણવીરે 1.3 થી 2.7 કરોડ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરાવી હતી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇટાલીમાં લગ્ન કર્યા હતા.આ બંન્નેના લગ્નમાં પરિવાર સામેલ થયો હતો.
પ્રિયંકાને નિક જોનાસે ડાયમંડ રિંગ પહેરાવી હતી જેની અંદાજીત કિંમત 2.1 કરોડ રૂપિયા હતી. પ્રિયંકા ચોપરાને પ્રપોઝ કરવા માટે નિક જોનાસે ટિફની એન્ડ કો. કંપનીની સગાઇની રિંગ ખરીદી હતી. આ માટે આખો શોરૂમ બંધ કરાવ્યો હતો.
સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહૂઝા સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. સોનમ કપૂરને તેના પતિ આનંદ આહૂઝાએ ડ્રોપ શેપની ડાયમંડ રિગ ભેટમાં આપી હતી જેની કિંમત 90 લાખ રૂપિયા હતી.