KGF 2 સ્ટાર યશ જીવે છે લક્ઝરી લાઇફ, કરોડોનું ઘર અને શાનદાર કાર કલેક્શન
KGF ચેપ્ટર 2 ની ચર્ચા દેશ અને દુનિયાભરમાં થઈ રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ સાથે યશની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો. ફિલ્મમાં સ્ટાર કાસ્ટ ઉપરાંત ડિરેક્ટર પ્રશાંત નીલની મહેનતની પણ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મે રિલીઝના થોડા જ દિવસોમાં બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે, અહીં અમે તમને સુપર સ્ટાર યશ લાઈફસ્ટાઈલની જાણકારી આપી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયશની કુલ સંપત્તિ (કુલ નેટવર્થ) $7 મિલિયન એટલે કે 53 કરોડ છે. તેમની મહિનાની આવક 1 કરોડથી વધુ છે. આ 2022 ના આંકડા છે, જ્યારે તે પહેલા તેની કુલ નેટવર્થ 5 મિલિયન એટલે કે 38 કરોડની નજીક હતી અને તે દર મહિને 50 લાખ રૂપિયા કમાતા હતા. હવે તેની આવક બમણી થઈ ગઈ છે.
પ્રાદેશિક ટેલિવિઝન ડેઈલી સોપ્સથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર એક્ટરે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ લોકપ્રિયતામાં વધારો થયો છે. ગુગલી, રાજા હુલી, ગજકેસરી, મિસ્ટર એન્ડ મિસિસ રામચારી, માસ્ટરપીસ અને સંથુ સ્ટ્રેટ ફોરવર્ડ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે, 2018માં પ્રશાંત નીલની ફિલ્મ KGF માં લીડ એક્ટર તરીકે કામ કર્યા બાદ તેને વિશ્વભરમાં લોકપ્રિયતા મળી છે.
KGF ફ્રેન્ચાઈઝીની સફળતા પછી યશ હાલમાં સૌથી વધુ કમાણી કરનારા કન્નડ અભિનેતાઓમાંનો એક છે. KGF પહેલા અભિનેતા એક ફિલ્મ કરવા માટે 4 થી 5 કરોડ લેતો હતો પરંતુ KGF2 માટે તેણે 30 કરોડની ફી લીધી છે.
KGF ચેપ્ટર 1 ને મળેલા જબરજસ્ત પ્રતિસાદ પછી યશ તેના પરિવાર સાથે બેંગ્લોરના પોશ વિસ્તારમાં આવેલા ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો છે. અભિનેતા વિન્ડસર મેનોર પાસે પ્રેસ્ટિજ ગોલ્ફ એપાર્ટમેન્ટમાં રહે છે અને અહેવાલ અનુસાર, તેમના મોટા ઘરની કિંમત 6 કરોડ રૂપિયા છે.
કન્નડ સ્ટાર પાસે મર્સિડીઝ બેન્ઝ જીએલએસ છે, જે 7-સીટર કાર છે અને તેની કિંમત લગભગ 88 લાખ રૂપિયા છે. તેમની પાસે 5-સીટર સેડાન, મર્સિડીઝ GLC 250D કૂપ પણ છે, જેની કિંમત રૂ. 70 લાખ છે. આ ઉપરાંત, રોકિંગ સ્ટાર યશ પાસે રૂ. 80 લાખની કિંમતની Audi Q7, રૂ. 70 લાખની BMW 520d અને રૂ. 40 લાખની કિંમતની પજેરો સ્પોર્ટ્સ પણ છે.
સૌથી વધુ વેતન મેળવનાર કન્નડ અભિનેતા હોવા ઉપરાંત તે Gucci Rush Perfume અને Beardo જેવી બ્રાન્ડની જાહેરખબર કરે છે. KGF ચેપ્ટર 2 સ્ટાર યશ આ મોટી બ્રાન્ડ્સને પ્રમોટ કરવા માટે લગભગ રૂ. 60 લાખ ચાર્જ કરે છે.