Kiara Advani Mom Birthday: કિયારા અડવાણીએ લગ્નની તસવીરો શેર કરી માતાને જન્મદિવસની શુભકામના પાઠવી
Kiara Advani Mom Birthday: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર તેની માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ માટે અભિનેત્રીએ ખૂબ જ ખાસ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો કિયારા અડવાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં મા-દીકરીનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.
કિયારાએ શેર કરેલી આ તસવીરો તેના લગ્નની છે. જેમાં તે તેની માતા અને પરિવાર સાથે પોઝ આપી રહી છે.
તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'મારી પ્રિય, સંભાળ રાખનાર, પ્રાર્થના કરતી માતાને જન્મદિવસની શુભેચ્છા.. હું તમારી પુત્રી બનીને ધન્ય છું..'
આ તસવીરમાં કિયારા તેના ભાઈ અને માતા સાથે જોવા મળી રહી છે. બંને અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે.
કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ જેસલમેર સૂર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા હતા.
તસવીરોમાં કિયારા ગોલ્ડન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે સિદ્ધાર્થ બ્લેક અને ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યો હતો.