Sidharth-Kiara wedding Pic: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેર કરી લગ્નની ખાસ તસવીરો, સંગીત સેરેમનીનો હતો આવો નજારો
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબંનેએ લગ્નના બીજા દિવસે એટલે કે 8 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર કેટલીક સુંદર તસવીરો શેર કરી અને ચાહકોને કહ્યું કે તેઓ હવે પતિ-પત્ની બની ગયા છે. હવે તેની સંગીત સેરેમનીની નવી તસવીરો સામે આવી છે.
જો કે લગ્નના 15 દિવસ પછી જ્યાં તેમના લગ્નને લઈને ચાહકોમાં ક્રેઝ હવે ઠંડો પડ્યો છે, ત્યાં કિયારા અને સિદ્ધાર્થે પોતપોતાના ઇન્સ્ટાગ્રામ પર સંગીત સેરેમનીની તસવીરો બતાવી છે.
સંગીત પાર્ટીની આ ઝલક પર લોકો આ કપલના જોરદાર વખાણ કરી રહ્યા છે.
લગ્નના લગભગ એક અઠવાડિયા પછી સિદ્ધાર્થ અને કિયારાએ કેટલીક વધુ તસવીરો શેર કરી. પ્રી વેડિંગ ફંક્શનની આ તસવીરોમાં બધું યલો થીમમાં જોવા મળે છે.
આ તસવીરો શેર કરીને તેણે કેપ્શનમાં પણ કહ્યું હતું- પ્યાર કા રંગ ચડા હૈ.
હલ્દી સેરેમનીના અવસર પર બંને પીળા કલરના આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સૂર્યગઢ પેલેસની અંદર અદભૂત ફોટોશૂટ કરાવ્યું હતું
સ્ક્રીન પર બંને વચ્ચેની સુંદર કેમિસ્ટ્રી હવે વાસ્તવિક જીવનમાં કાયમ માટે જોવા મળશે.
કિયારા અને સિદ્ધાર્થે સમયસર લગ્નની તસવીરો શેર કરી હતી, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું- હવે અમારું કાયમી બુકિંગ થઈ ગયું છે. આગળની સફર માટે તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.