Kiara Sidharth Pics: કિઆરા-સિદ્ધાર્થની સુંદર તસવીરો આવી સામે, કપલનું ખાસ બોન્ડિંગ જોવા મળ્યું
વેલેન્ટાઈન ડે પર સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીએ પણ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ unseen તસ્વીરોમાં આ કપલનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહી છે.
આ તસવીરોમાં તે બંને એકબીજાને પ્રેમથી જોતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં બંને ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે.
કિઆરા સિલ્વર અને યલ્લો લહેંઘામાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તો બીજી તરફ સિદ્ધાર્થ પણ યલ્લો કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.
7 ફેબ્રુઆરી 2023ના રોજ સિદ્ધાર્થ-કિઆરા લગ્નના બંધનમાં બંધાયા હતા. હાલમાં જ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પણ યોજયું હતું જેમાં ઘણા બોલીવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. હવે ચાહકો માટે કપલે પોતાની નવી તસવીરો શેર કરી છે.
બોલિવૂડમાં આ દિવસોમાં સિદ્ધાર્થ-કિઆરાની લવસ્ટોરીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
અંદાજે 4 વર્ષ પહેલા બંને એક પાર્ટીમાં મળ્યા હતા. ત્યારબાદ 2019 માં બંને એકબીજાને ડેટ કરતા હોય તેવા સમાચાર સામે આવ્યા હતા.
શેરશાહની આ હિટ જોડી હાલમાં જ 7 ફેબ્રુઆરીએ સાત જન્મોના બંધનમાં બંધાઈ ગઈ છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)