જ્યારે 'આદિપુરુષ' એક્ટ્રેસ કૃતિને છોડવી પડી હતી કરણ જોહરની ફિલ્મ, જાણો શું હતું કારણ?
અભિનેત્રી કૃતિ સેનન હાલમાં તેની ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ચર્ચામાં છે. પરંતુ અહીં અમે તમને તેની માતા સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ. જે તમે કદાચ જ પહેલા સાંભળી નહી હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃતિ સેનને તેની ટૂંકી કારકિર્દીમાં 'બરેલી કી બરફી' અને 'મિમી' જેવી ઘણી ફિલ્મોમાં તેના અભિનયની કુશળતા બતાવી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જો એક્ટ્રેસની ફિલ્મમાં કોઈ લવમેકિંગ સીન હોય તો તેણે તેની માતા પાસેથી પરવાનગી લેવી પડે છે અને તેના કારણે એકવાર કરણની 'લસ્ટ સ્ટોરીઝ' કૃતિના હાથમાંથી છીનવાઇ ગઇ છે.
આ વાતનો ખુલાસો કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં કૃતિ સેનને પોતે કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'મારી માતાના કારણે મેં ઘણી ફિલ્મો ઠુકરાવી દીધી હતી. કારણ કે તેણે મને બોલ્ડ ફિલ્મો માટે પરવાનગી આપી ન હતી.
આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે તેણે કરણની ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ' માટે ના પાડવી પડી હતી. કારણ કે તેમાં ઘણું બોલ્ડ કન્ટેન્ટ હતું.
નોંધનીય છે કે અભિનેત્રીની માતા દિલ્હી યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર છે. અભિનેત્રી તેની માતા સાથે સારુ બોન્ડિંગ ધરાવે છે.
કૃતિએ તેની બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ 'હીરોપંતી'થી કરી હતી. આમાં તેની સાથે ટાઇગર શ્રોફ હતો.
ટૂંક સમયમાં કૃતિ પ્રભાસ સાથે ફિલ્મ 'આદિપુરુષ'માં જોવા મળશે. બંનેની આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ રીલિઝ થશે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ