Kriti Sanon Pics: કૃતિ સેનને મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ગ્લેમરસ ફોટો થયા વાયરલ
હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી કૃતિ સેનન અવારનવાર તેનો ગ્લેમર અંદાજ બતાવતી જોવા મળે છે. આ દરમિયાન ક્રિતી સેનનના કેટલાક લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં કૃતિ ખુબ જ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબચ્ચન પાંડેની અભિનેત્રી કૃતિ સેનને તાજેતરમાં એક મેગેઝીન માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો કૃતિએ ફેન્સની સામે રજૂ કરી છે.
કૃતિ સેનને થોડા સમય પહેલા જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કૃતિ સેનન પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.
કૃતિ સેનનની હોટનેસનો અંદાજ આ લેટેસ્ટ તસવીરો દ્વારા સરળતાથી લગાવી શકાય છે. કૃતિનો આ વનપીસ ડ્રેસ પણ તેના પર ખૂબ જ સારો લાગી રહ્યો છે.
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ હીરોપંતીથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર કૃતિ સેનન હવે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બની ગઈ છે.