Ahmedabad Rain : અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વાહનો ફસાયા, જુઓ Photos
Ahmedabad Rain Photos : અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાઈ ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારે વરસાદને કારણે અનેકે જગ્યાએ વૃક્ષો પડયા, દીવાલો પડી અને ભુવા પડયા, જેના કારણે વાહનો ફસાઈ ગયા.
પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા અને બંધ પડી ગયા. રેસિડેન્ટ અને કોમર્શિયલ બિલ્ડિગના બેઝમેન્ટ પાણીથી ભરાઈ ગયા.
પરિમલ ગાર્ડન પાસે ભુવો પડતા એક આખી કાર ભુવામાં પડી. જો કે આ ફોટો ગોમતીપુર પોલીસ સ્ટેશન પાસેનો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
રવિવારનો દિવસ અમદાવાદના નગરજનો માટે આફત બનીને આવ્યો. રજાના દિવસે કાર લઈને નીકળેલા અનેક પરિવારો ફસાયા.
લોકો પોતાના મોંઘા વાહનોને મૂકીને જવા મજબૂર બન્યા.
વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી શહેરના તમામ અન્ડરપાસ બંધ થઇ ગયા હતા , જો કે AMCની ટીમે ભારે મહેનત કરી અન્ડરપાસમાંથી પાણી કાઢ્યા. આ ફોટો આજે 11 જુલાઈ સવારે 9 વાગ્યાનો છે. મકરબા અન્ડરપાસમાંથી પાણી ખાલી કરી દેવાયું છે, જે રાત્રે ઉપર સુધી ભરેલું હતું.