Kritika Kamra: પિંક સાડીમાં કૃતિકા કામરાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ કૃતિકા કામરા તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પિંક સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિંક સાડીમાં કૃતિકા કામરા ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવ મળી રહી છે. નવા લૂકમાં ચાહકો પણ તેને પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીની તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીએ ફોટોશૂટ કરાવી પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
પિંક સાડી લૂકમાં કૃતિકા કામરા અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
કૃતિકા કામરા ટીવીની લોકપ્રિય અભિનેત્રી રહી છે. તેણે કિતની મહોબત હૈથી ઓળખ મેળવી હતી. કરણ કુંદ્રા સાથેની તેની જોડીને લોકો પસંદ કરતા હતા. અભિનેત્રીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. પરંતુ પછી તેણે ટીવી ઈન્ડસ્ટ્રીથી અંતર રાખ્યું છે. હવે તે ઓટીટી સ્પેસમાં જોવા મળે છે. આ સિવાય તે ફિલ્મો પણ કરે છે.
2017 માં, અભિનેત્રીએ ટીવી ઉદ્યોગ છોડી દીધો. તે ટીવી પર કામ કરવામાં આરામદાયક નહોતી. તેણે કહ્યું હતું કે સતત 17 કલાક કામ કર્યા પછી, તેના માનસિક સ્વાસ્થ્યને અસર થઈ.
(તમામ તસવીરો કૃતિકા- ઈન્સ્ટાગ્રામ)