Lakme Fashion Week : કરિશ્મા અને તમન્નાએ રેંપ પર પાંથર્યો હુશ્નનો જાદુ
કરિશ્મા કપૂરે 'લેક્મે ફેશન વીક'માં રેમ્પ વોક પણ કર્યું હતું. આ દરમિયાન અભિનેત્રી કલરફુલ ફ્લોર લેન્થ ડીપનેક ગાઉનમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાઉનની સાથે અભિનેત્રીએ તેના ખભા પર મેચિંગ બ્લેઝર પણ રાખ્યું હતું. જે તેના દેખાવને વધુ ઉત્તમ બનાવી રહી હતી.
કરિશ્માએ વાળ, હેવી મેકઅપ અને મેચિંગ ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
કરિશ્મા ઉપરાંત સાઉથ અને બોલિવૂડમાં એક્ટિંગ કૌશલ્ય બતાવનાર તમન્ના ભાટિયાએ પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
રેમ્પ પર ગ્રીન આઉટફિટ પહેરીને પરફેક્ટ વોક કરતી વખતે તમન્ના ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
આ તસવીરોમાં અભિનેત્રીએ લોંગ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. તેની પાછળની બાજુએ એક કટ છે.
જણાવી દઈએ કે તમન્ના અને કરિશ્માની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.