Birthday Special: અનેક લક્ઝરી કાર અને કરોડોનું ઘર, 60 મિલિયન ડોલરની સંપત્તિની માલિક છે કરિના કપૂર
Kareena Kapoor Birthday: બોલિવૂડની બેબો એટલે કે અભિનેત્રી કરીના કપૂર આ દિવસોમાં ફિલ્મ 'જાને જાન'ને લઈને ચર્ચામાં છે. આવતીકાલે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ કરીના કપૂરનો જન્મદિવસ છે. અહીં અમે તમને એક્ટ્રેસના પ્રોફેશનથી નહીં પરંતુ રિયલ લાઈફની માહિતી આપી રહ્યા છીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાના માતા-પિતા અને બહેનના પગલે ચાલીને કરીનાએ પણ બોલિવૂડમાં પ્રવેશ કર્યો. અભિનેત્રીએ વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેનું નામ બી-ટાઉનની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
કરીના કપૂર બોલિવૂડના સૌથી લોકપ્રિય પરિવાર એટલે કે કપૂર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેણે હિન્દી સિનેમાને એક નહીં પરંતુ ઘણા સુપરસ્ટાર આપ્યા છે. આ જ કારણ છે કે કરીના બાળપણથી જ લક્ઝરી લાઈફ જીવે છે.
સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કરીના કપૂર મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય સૈફ અને કરીના પાસે પટૌડી હાઉસ પણ છે. જેની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે.
caknowledgeના રિપોર્ટ અનુસાર કરીના કપૂરની કુલ સંપત્તિ 60 મિલિયન ડોલરની આસપાસ છે. અભિનેત્રી દર વર્ષે લગભગ 10-12 કરોડ રૂપિયાની મોટી કમાણી કરે છે.
કરીના કપૂરના કાર કલેક્શનની વાત કરીએ તો અભિનેત્રી પાસે ઘણી મોંઘી કાર છે. તેની પાસે Mercedes-Benz S-Class, Audi-R8, Lexus LX 470, Land Rover Defender અને Range Rover Vogue જેવી લક્ઝરી કાર છે.
કરીના કપૂર તેની એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા લે છે. આ સિવાય અભિનેત્રી ઘણી બ્રાન્ડ્સમાંથી પણ ઘણી કમાણી કરે છે.કરીના હવે OTT પર ડેબ્યૂ કરી રહી છે. તેની ફિલ્મ 'જાને જાન' નેટફ્લિક્સ પર 21 સપ્ટેમ્બરે રિલીઝ થશે.