90sના દાયકાની હીરોઇન મધુએ શૉર્ટ ડ્રેસમાં લગાવ્યો ગ્લેમરનો તડકો, 54 વર્ષે પણ છે આવી એકદમ ફિટ
Madhoo pics: બૉલીવુડમાં 90ના દાયકામાં કેટલીક એવી હીરોઇનો હતી જેને આજે પણ ફેન્સ યાદ કરી રહ્યા છે. આમાં એક નામ અભિનેત્રી મધુનું પણ છે. 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર મધુ આજે પણ પોતાની એક્ટિંગ અને ફેશન સેન્સથી લોકોને દિવાના બનાવે છે. તાજેતરમાં જ અભિનેત્રી એક રેસ્ટૉરન્ટમાં જોવા મળી હતી. જ્યાં તે ગ્લેમરસ લૂકમાં પહોંચી હતી. મધુની ફિટનેસ જોઇને લોકો ચોંકી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App90ના દાયકાની સુંદર અભિનેત્રી મધુએ હિન્દી સિનેમાને કેટલીય હિટ ફિલ્મો આપી છે. હવે તે એક્ટિંગથી દૂર છે પરંતુ તેના લૂક્સને કારણે ચર્ચામાં રહે છે. ગઈ કાલે અભિનેત્રી મુંબઈની એક રેસ્ટૉરન્ટમાં પૈપરાજી દ્વારા જોવા મળી હતી. જ્યાં અભિનેત્રીનો લૂક જોવા જેવો હતો.
54 વર્ષની અભિનેત્રી આ દરમિયાન ખૂબ જ ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. તેણે બ્રાઉન કલરનો શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો.
અભિનેત્રીએ ઓપન હેર અને શાઇનિંગ મેકઅપ અને સ્ટાઇલિશ હીલ્સ સાથે તેના બ્યૂટીફૂલ લૂકને પુરો કર્યો હતો.
મધુની હેન્ડબેગ તેના લૂકમાં ચાર્મ ઉમેરી રહી છે. અભિનેત્રી તસવીરોમાં અલગ-અલગ પૉઝ આપી રહી છે.
મધુના આ હૉટ લૂકની તસવીરો હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ કૉમેન્ટ્સ દ્વારા તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.