બ્રેકઅપની અફવા વચ્ચે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ ડેટ પર જોવા મળ્યા, જુઓ વાયરલ તસવીરો
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે બોલીવૂડનું સૌથી ચર્ચિત કપલ છે. ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ચાહકો પણ આ કપલને ખૂબ જ પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસોથી સોશિયલ મીડિયા પર મલાઈકા અને અર્જૂન કપૂરનું બ્રેકઅપ થયું હોવાની અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
બ્રેકઅપની અફવા વચ્ચે મલાઈકા અને અર્જૂન રવિવારે લંચ ડેટ માટે સાથે જોવા મળ્યા હતા. આ સાથે જ બ્રેકઅપના સમાચાર પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા બંને મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન મલાઈકા અરોરા એકદમ વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી જ્યારે અર્જૂન કપૂર બ્લેક કલરના ટીશર્ટમાં જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયામાં મલાઈકાએ ઇન્સ્ટાગ્રામ પર અર્જૂનની બહેનો અંશુલા કપૂર અને જાહ્નવી કપૂર સહિત પરિવારને અનફોલો કર્યા પછી તેમની વચ્ચે બ્રેકઅપ થયું હોવાની અફવા ફેલાઈ હતી.
રવિવારે આ શાનદાર કપલ લંચ ડેટ પર સાથે જોવા મળ્યું હતું. મલાઈકા અને અર્જૂન આ દરમિયાન ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા હતા.