પિતાના અવસાનથી વ્યથિત મલાઈકા અરોરા, શોકમાં સામેલ થવા પહોંચ્યા સલમાન ખાનના માતા-પિતા, અર્જુન કપૂર પણ જોવા મળ્યો
મલાઈકા અરોરા પણ તેના ઘરે પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે જ્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે તે પુણેમાં હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટર અર્જુન કપૂર પણ મલાઈકાના ઘરે પહોંચી ગયો છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા રિલેશનશિપમાં છે. થોડા દિવસો પહેલા તેમના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા. પરંતુ બંનેએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. હવે અર્જુન તેના દુઃખની ઘડીમાં મલાઈકાને સાથ આપવા આવ્યો છે.
એક્ટર સલમાન ખાનની બહેન અલવીરા ખાન પણ મલાઈકાના ઘરની બહાર જોવા મળી હતી.
સલમાન ખાનના પિતા સલીમ ખાન અને માતા સુશીલા ચરક પણ મલાઈકાના ઘરે પહોંચ્યા હતા.
અરબાઝનો ભાઈ સોહેલ ખાન અને તેનો દીકરો નિરવાન ખાન પણ મલાઈકાને સપોર્ટ કરવા તેના ઘરે પહોંચ્યા હતા.
મલાઈકાની નાની બહેન અમૃતા અરોરા પણ તેના પિતાના મૃત્યુના સમાચારથી દુઃખી છે. તે પણ રડતી રડતી તેના પિતાના ઘરે પહોંચી હતી.
અરબાઝ અને મલાઈકાનો દીકરો અરહાન ખાન પણ દાદાના મૃત્યુના સમાચાર સાંભળીને તરત જ ઘરે પહોંચી ગયો હતો. તે ખૂબ જ ચિંતિત અને ઉદાસ દેખાતા હતા.