શોર્ટ ડ્રેસ સાથે હાઇ હિલ્સ પહેલી Malaika Arora લાગી ખૂબ સ્ટાઇલિશ
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. મંગળવારે સાંજે પણ અભિનેત્રી મુંબઈના બાંદ્રામાં અદભૂત લુકમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઈકા અરોરા જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે બધાની નજર તેના પર જ ટકેલી હોય છે. તે પોતાના સુંદર દેખાવ અને ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવવાની કોઈ તક છોડતી નથી.
મંગળવારે રાત્રે પણ મલાઈકા અરોરા મુંબઈના બાંદ્રામાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસે શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.
આ દરમિયાન મલાઈકા વન શોલ્ડર પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. તેણીએ હાઇ હીલ સાથે ગુલાબી પર્સ લીધું હતુ.
મલાઇકાએ પાપારાઝીને અનેક પોઝ આપ્યા હતા.
મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે
જો કે, આ પહેલીવાર નથી જ્યારે મલાઈકા હંમેશા પોતાની સ્ટાઈલથી ચર્ચામાં આવી છે.
મલાઈકા અરોરા 49 વર્ષની ઉંમરે પણ યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે.