જ્યારે ડૂબવા લાગ્યું હતું બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓનું કરિયર, સાઉથના આ ડિરેક્ટર્સે ફરીથી બનાવ્યા સુપરસ્ટાર
બોલિવૂડમાં આવા ઘણા દિગ્ગજ સ્ટાર્સ છે. જેઓ એકવાર સફળ થયા બાદ ફરી એકવાર તેમનું કરિયર ડાઉન જઇ રહ્યું હતું. આવી સ્થિતિમાં તેમનો સહારો સાઉથના ડાયરેક્ટર બન્યા હતા જેમણે પોતાની સુપરહિટ ફિલ્મો આપીને તેઓને ફરીથી સુપર સ્ટાર બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાન- આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડના ટાઈગર એટલે કે સલમાન ખાનનું છે. અભિનેતાની કારકિર્દીમાં આવો તબક્કો આવ્યો જ્યારે તેની તમામ ફિલ્મો ફ્લોપ થવા લાગી હતી.
પરંતુ ત્યારબાદ સાઉથના કોરિયોગ્રાફર અને ડિરેક્ટર પ્રભુદેવાએ સલમાનને 'વોન્ટેડ' ઓફર કરી અને આ અભિનેતાની ફિલ્મે ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
આમિર ખાન – બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમના ખરાબ સમય દરમિયાન તમિલ નિર્દેશક એ.આર. મુરુગદોસે તેમને ફિલ્મ 'ગજની' ઓફર કરી હતી. આ ફિલ્મમાં આમિર ખાને એવી એક્ટિંગ કરી કે તેણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા.
'ગજની' પહેલા પણ આમિર ખાને સાઉથ ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની એક ફિલ્મ કરી હતી. આ ફિલ્મનું નામ હતું 'રંગીલા'. આ ફિલ્મ વર્ષ 1999માં બ્લોકબસ્ટર રહી હતી.
અક્ષય કુમાર - એક્ટર અક્ષય કુમારને તે સમયે સાઉથ ડિરેક્ટર કૃષે સપોર્ટ કર્યો હતો. જ્યારે અક્ષયનું કરિયર ડૂબવાની તૈયારીમાં હતું ત્યારે બંનેએ સાથે મળીને 'ગબ્બર ઈઝ બેક' ફિલ્મ બનાવી હતી. જે બ્લોકબસ્ટર હિટ રહી હતી.
શાહિદ કપૂર - હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપનાર અભિનેતા શાહિદ કપૂરે પણ પોતાના જીવનમાં તે સમયગાળો જોયો છે. જ્યારે તેની કારકિર્દી ડૂબવા લાગી હતી. તે સમયે તેલુગુ નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ શાહિદનો હાથ પકડીને તેની સાથે 'કબીર સિંહ' બનાવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસને હચમચાવી નાખ્યું હતું. શાહિદના આ રોલને ચાહકો આજે પણ યાદ કરે છે.