તમામ સ્ટારકિડ્સને ટક્કર આપી રહી છે રવિના ટંડનની દીકરી
બોલિવૂડમાં આજકાલ સ્ટાર કિડ્સ વચ્ચે ઘણી હરીફાઈ ચાલી રહી છે. હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરીની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. રવિના ટંડનની પુત્રી રાશા થડાની પણ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App90ના દાયકામાં સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનારી રવિના ટંડનની સુંદરતામાં આજે પણ કોઈ ફેર પડ઼્યો નથી.
મમ્મીની જેમ રાશા પણ ખૂબ સુંદર લાગે છે. રાશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તસવીરો પોસ્ટ કરતી રહે છે.
રવિના ટંડને વર્ષ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રાશા અનિલ થડાની અને રવિના ટંડનની પુત્રી છે.
નોંધનીય છે કે અનિલ થડાની બોલિવૂડના જાણીતા નિર્માતા હોવાની સાથે સાથે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર કંપની AA ફિલ્મ્સના માલિક પણ છે.
રવિના ટંડન ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે. તેણે પોતાના બાળકોને ઘણો સમય આપ્યો છે. આ જ કારણ છે કે રાશા તેની માતાની ખૂબ જ નજીક છે.
ઘણી ઈવેન્ટ્સ અને ખાસ પ્રસંગોમાં મા અને દીકરી બંને સાથે જોવા મળે છે. રાશાએ માર્શલ આર્ટ ફોર્મ તાઈકવાન્ડોમાં બ્લેક બેલ્ટ પણ મેળવ્યો છે.