Vicky Kaushal-Katrina Kaif અગાઉ આ સ્ટાર્સના લગ્ન કરાવી ચૂકી છે વેડિંગ પ્લાનર કંપની
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલના લગ્ન આવતીકાલે રાજસ્થાનમાં થશે. પ્રી-વેડિંગ ફંક્શન્સથી લઇને હનીમૂન પ્લાન્સ સુધી, કપલ પોતાના લગ્નને એક પરીકથા બનાવવા માટે કોઇ કસર છોડી રહ્યું નથી. કેટરિના અને વિક્કીના લગ્નની તમામ જવાબદારી વેડિંગ પ્લાનર કંપની Shaadi Squad પર છે. આ કંપની આ અગાઉ અનેક સેલિબ્રિટીઝના લગ્ન કરાવી ચૂકી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્ન ડિસેમ્બર 2017માં ઇટાલીમાં થયા હતા. આ લગ્નની જવાબદારી પણ Shaadi Squadએ સારી રીતે નિભાવી હતી.
Shaadi Squadએ આ વર્ષે જાન્યુઆરીમાં વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નનું પ્લાનિંગ કર્યું હતું. ગેસ્ટના સ્વાગતથી લઇને વરમાળા સિલેક્શન સુધીની તમામ જવાબદારી વેડિંગ કંપનીની હતી. લગ્ન અલીબાગમાં થયા હતા.
પ્રિયંકા ચોપરાની સગાઇનું કામ Shaadi Squadએ કર્યું હતું. આ કાર્યક્રમ મુંબઇમાં યોજાયો હતો. નોંધનીય છે કે પ્રિયંકા અને નિક જોનાસના લગ્ન 2018માં રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા.
વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની તૈયારીઓની તમામ જવાબદારી પણ આ વેડિંગ પ્લાનર કંપનીની છે. બંન્નેના લગ્ન સવાઇ માધોપુરના સિક્સ સેન્સેસ રિસોર્ટમાં થશે અને લગ્નના પ્લાનિંગની જવાબદારી પણ Shaadi Squadની જ છે.