Met Gala: Met Gala માં આલિયા ભટ્ટે વ્હાઇટ ગાઉનમાં બતાવી અદાઓ
ફેશન બિગેસ્ટ નાઈટ આઉટ મેટ ગાલા 1 મેના રોજ યોજાઈ હતી. આ વખતે થીમ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર કાર્લ લેગરફેલ્ડને સમર્પિત કરવામાં આવી છે. આલિયા ભટ્ટે મેટ ગાલામાં મહેફિલ લૂંટી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટે મેટ 2023માં ડેબ્યૂ કર્યું હતું. વ્હાઇટ ગાઉનમાં એક્ટ્રેસ પરી જેવી લાગી રહી હતી.
આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેટ ગાલાની તસવીરો શેર કરી છે. જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
મેટ ગાલામાં અભિનેત્રીનો આ લૂક 'હાર્ટ ઓફ સ્ટોન'માં તેના હોલિવૂડ ડેબ્યુ પહેલા આવ્યો છે.
મેટ ગાલા 2023 ઇવેન્ટ ન્યૂયોર્ક સિટીમાં યોજાઈ હતી. આલિયા ભટ્ટ ઉપરાંત હોલિવૂડની તમામ અભિનેત્રીઓએ પણ તેમાં ભાગ લીધો હતો. પ્રિયંકા ચોપરાએ પણ તેના પતિ નિક જોનાસ સાથે અહીં હાજરી આપી હતી.
આલિયા ભટ્ટનો આ ડ્રેસ નેપાળી-અમેરિકન ડિઝાઈનર પ્રબલ ગુરુંગે ડિઝાઈન કર્યો હતો. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ પણ હાજરી આપવા જઈ રહી છે.
માતા બન્યા બાદ આલિયા ભટ્ટે પહેલીવાર કોઈ મોટા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેનો લુક અને ફિટનેસ બધાને ચોંકાવી દે છે. અભિનેત્રીના ફોટા પર તેના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.