Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Jane Dipika Garrett Photo: આ નેપાળી કુળીની સુંદરતાએ સમગ્ર વિશ્વમાં મચાવ્યો કહેર, જુઓ તસવીરો
Jane Dipika Garrett Photo: આ દિવસોમાં મિસ યુનિવર્સ 2023 પેજન્ટની ચર્ચા દરેક જગ્યાએ ચાલી રહી છે. જેન દીપિકા ગેરેટ નામની પ્લસ સાઈઝ મોડલ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદર વખતે એવું જોવા મળે છે કે પાતળી, ઉંચી અને ખૂબ જ સુંદર મહિલાઓ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે. પરંતુ આ વખતે મિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં ટ્રાન્સજેન્ડરોએ પણ ભાગ લીધો હતો.
જોકે, આ શોની વિજેતા નેપાળની પ્લસ સાઈઝ મોડલ જેન દીપિકા ગેરેટ હતી. તેણે મિસ યુનિવર્સમાં સ્પર્ધક બનીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
જેન દીપિકા ગેરેટ મિસ યુનિવર્સ 2023માં પોતાના દેશ નેપાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
તે મિસ નેપાળ રહી ચૂકી છે. જેન આ પ્રખ્યાત સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝ મોડલ હતી.
આ સાથે તેણે બોડી સાઈઝ, બોડી પોઝિટીવીટી અને અક્સેષ્ટબિલટી સંબંધિત તમામ સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખ્યા છે.
મિસ યુનિવર્સ 2023 ના મંચ પર પ્રેક્ષકોએ જેન દીપિકા ગેરેટનું જોરથી તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું. તેમનો આત્મવિશ્વાસ અને શૈલી જોવા લાયક હતી.
જેન સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છે. તેણે ડિઝાઇનર રુબિન સિંગર દ્વારા બનાવેલ સુંદર સ્વિમસૂટ પહેરીને રેમ્પ વોક કર્યું હતું. તેણે તેની બોડીને ફ્લોન્ટ કરી હતી.
જેન દીપિકા ગેરેટ નેપાળની એક મોડલ છે. મોડેલિંગની સાથે તે નર્સ અને બિઝનેસ ડેવલપર તરીકે પણ કામ કરે છે.