Mohanlal થી લઈને મહાભારતના શકુની મામા સુધી, આ એક્ટર પહેલાં આપી ચુક્યા છે આર્મીમાં સેવા
આ યાદીમાં સાઉથના સુપરસ્ટાર મોહનલાલનું નામ પણ છે, મોહનલાલ ભારતીય પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ રેન્ક મેળવનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય અભિનેતા છે. મોહનલાલે વર્ષ 2009માં અભિનેતા બન્યા બાદ આ રેન્ક હાંસલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'છિછોરે' અને 'મિસિસ અંડરકવર' અને શાહિદ કપૂરની 'જર્સી' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા મેજર રુદ્રાશિષ મજમુદારે પણ દેશની સેવા કરી છે. રૂદ્રાશિષે દેશની સેવામાં 7 વર્ષ વિતાવ્યા છે.
'મહાભારત' સિરિયલના 'શકુની મામા'નો ચહેરો આજે પણ લોકોના મનમાં છપાયેલો છે. મહાભારતમાં શકુનીની ભૂમિકા ભજવનાર ગુફી પેન્ટલે અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા ભારતીય સેનામાં કેપ્ટન તરીકે સેવા આપી છે. ગુફી પેઇન્ટલ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.
દિવંગત બોલિવૂડ એક્ટર બિક્રમજીત કંવરપાલે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. બિક્રમજીતે 'ડોન', 'કોર્પોરેટ', 'રોકેટ સિંહ', 'મર્ડર 2' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે 'બિક્રમજીત' આર્મીમાંથી રિટાયર્ડ મેજર છે.
ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અને સૌથી સફળ ગીતકારોમાંના એક, આનંદ બક્ષીએ લગભગ પાંચ દાયકા સુધી 3000 થી વધુ ગીતો લખ્યા હતા. બોલિવૂડની સફર શરૂ કરતા પહેલા બક્ષી 1944માં રોયલ ઈન્ડિયન નેવીમાં જોડાયા હતા પરંતુ વિભાજન બાદ તેમનો પરિવાર ભારતમાં શિફ્ટ થઈ ગયો હતો અને ત્યારબાદ તેઓ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા અને 1956 સુધી દેશની સેવા કરી હતી.