મુંબઇમાં શાહરૂખના ઘરની નજીક નવાઝુદ્દીન સિદ્દીકીએ પિતાની યાદમાં બનાવ્યો માર્બલનો ભવ્ય બંગલો, નામ રાખ્યુ 'નવાબ', જુઓ Photos
મુંબઇ : નવાઝુદ્દીન સિદ્દીકીએ મુંબઈમાં પોતાના ડ્રીમ હાઉસ ‘નવાબ’નું સપનું સાકાર કર્યું છે. સફેદ રંગના મહેલ જેવા આ મકાનનું નામ પોતાના સ્વર્ગસ્થ પિતાની યાદમાં ‘નવાબ’ રાખ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવાઝુદ્દીનના પિતાનું નામ નવાબુદ્દીન સિદ્દિકી હતું. ઉત્તર પ્રદેશના જમીનદાર પરિવારમાં જન્મેલા નવાઝુદ્દીનના પિતાએ બુધાનામાં અદ્દલ આવું જ ભવ્ય મકાન બનાવ્યું હતું તેથી તેમની સ્મૃતિમાં નવાઝુદીને બંગલાનું નામ ‘નવાબ’ રાખ્યું છે. 47 વર્ષના નવાઝુદ્દીને સોશિયલ મીડિયા પર બંગલાની વિગતો આપી છે.
પોતાની દમદાર એકટિંગથી બોલીવૂડમાં એક અલગ ઓળખ બનાવનામા નવાઝુદ્દીને પોતાના બંગલાના ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા છે. નવાઝુદ્દીન હાલમાં પોતાના નવા ઘરના કારણે ચર્ચામાં છે. મુંબઇમાં બનાવેલા આ વૈભવી બંગલા નું ઇન્ટિરિયર ડિઝાઇન પણ પોતે જ કર્યું છે.
નવાઝુદ્દીનનો આ બંગલો તેના હોમટાઉન બુધાનાના જૂના ઘરને મળતો આવે છે. નવાઝુદ્દીને સોશયલ મીડિયા પર પોતાના બંગલાની તસવીરો શેર કરી છે.
નવાઝુદ્દીને જૂનો બંગલો ખરીદ્યો હતો અને પોતાના આ નવા બંગલાને રિનોવેટ કરતાં ત્રણ વરસ લાગી ગયા છે. નવાઝે આ ઘરને સંપૂર્ણપણે સફેદ માર્બલથી બનાવ્યું છે. કહેવાય છે કે, આ બે માળના બંગલામાં નવાઝની ઓફિસ પણ હશે. આ ઘરમાં આઠ રૂમ બનાવવામાં આવ્યા છે. વિશા બાલકની અને સૌથી ઉપરના માળે વિશાળ ટેરેસ છે.
નવાઝુદ્દીનનું આ નવું ઘર શાહરૂખ ખાનના મન્નતની નજીક આવેલું છે પણ નવાઝુદ્દીને પોતાનો બંગલો મુંબઇમાં કઇ જગ્યાએ આવ્યો છે તેની સ્પષ્ટતા કરી નથી.
નવાઝુદ્દીને ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરી દીધું છે. ડિજિટલ પ્લેટફોર્મ પર કામ શરૂ કરીને ભારે સફળતા મેળવનારા નવાઝુદ્દીને ઓટીટી પ્લેટફોર્મ પર કામ કેમ બંધ કર્યું તેની સ્પષ્ટતા કરી નથી પણ ઓટીટી પર કામ બંધ કરી દેનારો નવાઝ બોલીવૂડનો એક માત્ર એકટર છે.
નલાઝુદ્દીનના આવનારા પ્રોજેક્ટ્સમાં ટિકુ વેડ્સ શેરુ અને ટાઇગર શ્રોફની હીરોપંતી ટુ ફિલ્મો મુખ્ય છે.