Nora Fatehi Photos: નોરા ફતેહીનો ગ્રીન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, એવા પોઝ આપ્યા કે ફેન્સના હોશ ઉડી જશે
બોલિવૂડની ગ્લેમરસ ડાન્સર અને હિરોઈન નોરા ફતેહી ચર્ચામાં રહે છે. તે પોતાના લુક અને સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. તેના ચાહકો તેની સુંદરતાના વખાણ કરતાં થાકતા નથી. તેની દરેક સ્ટાઈલને પસંદ કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોરા ફતેહી દરેક વખતે તેના દેખાવથી ચાહકોનું દિલ જીતે છે. આજે પણ નોરા ગ્રીન કલરના આઉટફિટમાં જોવા મળી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નોરાએ ગ્રીન કલરનું સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેર્યું છે. જેમાં વ્હાઇટ કલરની બોર્ડર છે. નોરાએ વ્હાઇટ હીલ્સ અને લાંબી ઇયરિંગ્સ પહેરી હતી.
નોરાની આ તસવીરો વાયરલ થઈ છે. નોરાએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો. નોરાની સ્ટાઈલ જોઈને ચાહકોનું દિલ જીતી લીધું છે.
નોરાની તસવીરો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું- હાય ગરમી. બીજી તરફ, અન્ય એક ફેને લખ્યું- તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. યુઝર્સ નોરાની હેરસ્ટાઈલ વિશે પણ કોમેન્ટ કરી રહ્યા છે.
નોરા આ દિવસોમાં ડાન્સ રિયાલિટી શોને જજ કરી રહી છે. તે ડાન્સ દીવાને જુનિયરને જજ કરી રહી છે. શોમાં તેની સાથે નીતુ કપૂર અને કોરિયોગ્રાફર માર્ઝી જોવા મળે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી ટૂંક સમયમાં પવન કલ્યાણ સાથે ફિલ્મ 'હરિ હર વીરા મલ્લુ'માં જોવા મળશે.