અક્ષય કુમારની OMG 2 અગાઉ આ ફિલ્મોએ લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, ખૂબ થયો હતો વિવાદ
અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG 2નું ટીઝર જોઈને લોકો રોષે ભરાયા છે. આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી નથી.OMG 2નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેમાં ભગવાન શિવને રેલવેના જળથી અભિષેક કરવામાં આવ્યો છે. જે બાદ લોકો ભડક્યા છે અને સેન્સર બોર્ડે પણ ફિલ્મ પાસ કરી નથી. જો કે આ પહેલા પણ ઘણી ફિલ્મો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડીને વિવાદનું કારણ બની ચુકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ'નું નામ પણ આ યાદીમાં સામેલ છે. રામાયણ પર બનેલી આ ફિલ્મે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી હતી. રિલીઝના 25 દિવસ પછી પણ ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ શાંત થયો નથી. 600 કરોડમાં બનેલી આ ફિલ્મ કમાણી મામલે તેના બજેટ સુધી પણ પહોંચી શકી નથી
2010માં રિલીઝ થયેલી શાહરૂખ ખાન અને કાજોલ સ્ટારર આ ફિલ્મમાં ઈસ્લામોફોબિયા સામે અવાજ ઉઠાવ્યો હતો. જોકે આ ફિલ્મમાં ધર્મ વિરુદ્ધ કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ શિવસેનાએ ફિલ્મ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. એટલું જ નહીં, લોકોએ આ ફિલ્મને લઈને શાહરૂખ ખાન વિરુદ્ધ કેસ પણ કર્યો હતો.
'પીકે' આમિર ખાન અને અનુષ્કા શર્માની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. તેમ છતાં ફિલ્મને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ પર હિંદુ ધર્મની આસ્થાઓ સાથે રમત કરવાનો આરોપ હતો.
OMG 2નો પહેલો ભાગ 'OMG' પણ વિવાદોનું કારણ બન્યો હતો. જેમના પર હિન્દુ ધર્મની આસ્થા સાથે રમત રમવાનો આરોપ હતો. આ ફિલ્મને પણ વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.
અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'ભૂલ ભૂલૈયા' પણ વિવાદોમાં ફસાયેલી છે. હિંદુ સંગઠનોએ આ ફિલ્મનો જોરદાર વિરોધ કર્યો હતો.
અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેંક ગોડ' પણ વિવાદોમાં ફસાઇ હતી. કેટલાક લોકોનો આરોપ છે કે ફિલ્મમાં ભગવાન ચિત્રગુપ્તને યોગ્ય રીતે બતાવવામાં આવ્યા નહોતા.
લીના મણિકાઈની ફિલ્મ 'કાલી'ને પણ ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મના પોસ્ટરમાં મા કાલીનો પોશાક પહેરેલી અભિનેત્રી LGBTQ ઝંડો પકડીને સિગારેટ પીતી જોવા મળી હતી. જે બાદ ફિલ્મને લઈને ઉગ્ર વિવાદ થયો હતો અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.