Health: શું આપ ફૂડનું સેવન ભરપેટ કરો છો તો સાવધાન આ કારણે તે વધારશે વજન
કેટલીક ખાદ્યપદાર્થો એવા પણ છે, જેને લોકો સ્વાસ્થ્યવર્ધક માનીને તેનું ભરપૂર સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ હેલ્ધી દેખાતી વસ્તુઓ તમારું વજન વધારવાનું કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમે તમને એવી જ કેટલીક ખાદ્ય ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, લોકો તેના પોષણ મૂલ્યની અધૂરી જાણકારી સાથે તેનું સેવન કરવાનું શરૂ કરી દે છે.
ફળોનું જ્યુસ: ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક લોકો ફળોનું સેવન કરે છે અને કેટલાક લોકો તેમાંથી રસ કાઢે છે. જ્યારે તમે ફળોનો રસ કાઢો છો, ત્યારે તેમાં ફાઈબરનું પ્રમાણ ઘટે છે અને કેલરી વધે છે. બજારમાં વેચાતા જ્યુસ પણ વધુ બિનઆરોગ્યપ્રદ હોય છે. કારણ કે તેમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. તો ફળો ખાવ પરંતુ જ્યુસ અવોઇડ કરો
ગ્રેનોલા બારઃ ઘણા લોકો ગ્રેનોલા બારને હેલ્ધી ગણે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં ખાંડ અને ચરબીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આને ખાવાથી તમારું વજન તો વધશે જ સાથે સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ પરેશાનીનું કારણ બની જશે.
ડ્રાય ફ્રુટ્સઃ ડ્રાયફ્રુટ્સ હેલ્ધી ચોક્કસ છે પરંતુ ડ્રાય ફ્રૂટ્સમાં કેલરી વધુ હોય છે, જે ખાવાથી તમારું વજન વધી શકે છે.
સ્મૂધી: સ્ટોરમાંથી ખરીદેલી સ્મૂધીમાં ખાંડ હોય છે. આ જ કારણ છે કે તેનું સેવન સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો તમે ઇચ્છો, તો તમે તેને ઘરે આરોગ્યપ્રદ રીતે બનાવી અને પી શકો છો.
નટબટર્સ- નટ બટર્સમાં પ્રોટીન અને ફેટની માત્રા વધુ હોય છે. કેટલીક બ્રાન્ડ તેને બનાવવા માટે આર્ટિફિશિયલ સુગર અને ઓઇલનો ઉપયોગ કરે છે. જેના કારણે નટ બટર્સ પણ વજન વધારી શકે છે.