Sanjana Sanghi Photos: સંજના સાંઘીએ સ્ટાઈલિશ ડ્રેસમાં વરસાવ્યો કહેર, ફેન્સ કરી રહ્યા છે ફેશન સેન્સના વખાણ
એક્ટ્રેસ સંજના સાંઘીની ફિલ્મ 'ઓમ - ધ બેટલ વિદિન' રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ આવતીકાલે શુક્રવારે 1 જુલાઈએ રિલીઝ થવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજના હાલ પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના કો-સ્ટાર એક્ટર સિદ્ધાર્થ રોય કપૂર સાથે સંજના ઓમ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.
ત્યારે પ્રમોશનની વચ્ચે સંજનાની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તેનો સ્ટાઈલીશ અંદાજ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સંજનાના ફેન્સ તેના ફેશન સેન્સની પ્રસંશા કરી રહ્યા છે.
સંજના પોતાની ફિલ્મોની સિવાય તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેના નવા-નવા લુક જોવા મળે છે.
સંજનાના લેટેસ્ટ ફોટોની વાત કરીએ તો સંજનાના ગ્લેમરસ લુકે ફેન્સના દિલ ચોરી કરી લીધા છે. ફોટોમાં સંજના ક્રોપ ટોપ, સ્કર્ટ અને જેકેટ પહેરીને પોઝ આપી રહી છે.
હેયરસ્ટાઈલની વાત કરીએ તો સંજનાએ હાફ પોની બનાવી છે જે તેના ગ્લેમરસ લુકની શોભા વધારી રહ્યો છે.
વર્કફ્રંટની વાત કરીએએ તો સંજના ઘણી ફિલ્મો અને મ્યૂઝિક આલ્બમમાં કામ કરી ચુકી છે. દિલ બેચારા ફિલ્મ પછી હવે તે 'ઓમ - ધ બેટલ વિદિનમાં જોવા મળશે