Rahul Roy થી લઇને Bhagyashree સુધી આ બૉલીવુડ સ્ટાર્સને મળ્યો 'વન ફિલ્મ વન્ડર' નો ટેગ, પહેલી ફિલ્મ હિટ થયા બાદ અચાનક થયા ગાયબ
One Film Wonder Of Bollywood: બૉલીવુડમાં કેટલાક સ્ટાર્સ એવા છે જે વન ફિલ્મ વન્ડર બન્યા છે. બૉલીવુડમાં કેટલાય એવા સ્ટાર્સ હતા જેમણે તેમની પ્રથમ ફિલ્મથી જ હલચલ મચાવી હતી, પરંતુ પહેલી ફિલ્મમાં હિટ આપ્યા બાદ એ સ્ટાર્સ ક્યાંક ગાયબ થઈ ગયા હતા, જાણો અહીં તેમના વિશે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં પહેલું નામ એક્ટર રાહુલ રોયનું છે. રાહુલ ફિલ્મ આશિકીમાં જોવા મળ્યો હતો. આ તેની પહેલી ફિલ્મ હતી જે હિટ સાબિત થઈ હતી પરંતુ તે પછી તે પોતે ક્યાંક ગાયબ થઈ ગયા હતા.
આ ફિલ્મમાં તેની સાથે અનુ અગ્રવાલ જોવા મળી હતી. આ ફિલ્મ પછી તે ધીરે ધીરે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.
કુમાર ગૌરવે ફિલ્મ લવસ્ટૉરીથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી તે દરેક જગ્યાએ જાણીતો થઈ ગયો, પરંતુ કમનસીબે તે ધીમે ધીમે ક્યાંક ગાયબ થઈ ગયો.
અભિનેત્રી મંદાકિનીએ પોતાની પ્રથમ ફિલ્મ રામ તેરી ગંગા મૈલીથી બધાને દિવાના બનાવી દીધા હતા, પરંતુ આ ફિલ્મ પછી તે પણ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહી ન હતી.
સલમાન ખાન સાથે 'મૈને પ્યાર કિયા મેં'માં જોવા મળેલી ભાગ્યશ્રી પણ આ ફિલ્મ પછી ફિલ્મોમાં જોવા મળી નથી.
આમિર ખાન સાથે સુપરહિટ ફિલ્મ 'લગાન'માં જોવા મળેલી ગ્રેસી સિંહ પણ ધીરે ધીરે ફિલ્મોથી દૂર થઈ ગઈ.