'કોડ નેમ તિરંગા'ની શૂટિંગ વચ્ચે પરિણીતી ચોપરાએ કરાવ્યું ફોટોશૂટ
પરિણીતી ચોપરા આ દિવસોમાં ફિલ્મ 'કોડ નેમ તિરંગા'ને લઈને ચર્ચામાં છે. રિભુ દાસગુપ્તાની આ ફિલ્મમાં પરિણીતી સાથે ફેમસ સિંગર હાર્ડી સંધુ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મની રીલિઝ પહેલા પરિણીતીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે દરિયા કિનારે બેસીને બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
પરિણીતીએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં પરિણીતી નિયોન કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. આ પોસ્ટને કેપ્શન આપતા અભિનેત્રીએ લખ્યું, 'બિકીની શૂટ'.
પરિણીતી ચોપરાની આ તસવીરો માલદીવની છે, જ્યાં તે ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને રજાઓ માણી રહી છે
પરિણીતી માલદીવના બીચ પર રિલેક્સ મોડમાં બેઠેલી જોવા મળી રહી છે.
અન્ય તસવીરોમાં પરિણીતી જિમના આઉટફિટમાં જોવા મળી રહી છે. તે નિયોન કલરની સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક જેગિંગ્સમાં જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ પરિણીતીની તસવીરોને પસંદ કરી રહ્યા છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.