Parineeti-Raghav Wedding: ઉદયપુર માટે પરિવાર સાથે રવાના થયા પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા
Parineeti-Raghav Wedding: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદયપુરમાં ધામધૂમથી લગ્ન થવાના છે. જેના માટે તમામ લોકો ઉદયપુર જવાના રવાના થયા હતા
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્ન કરવા જઈ રહ્યા છે. ઉદયપુરમાં 23 સપ્ટેમ્બરથી લગ્નની વિધિઓ શરૂ થવા જઈ રહી છે. જેના માટે આખો પરિવાર રવાના થયો હતો.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પરિવાર સાથે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંને ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા.
હાલમાં જ એક ફંક્શનમાંથી પરિણીતી અને રાઘવની એક તસવીર વાયરલ થઈ હતી. આ ફોટો ગુરુદ્વારાનો હતો.
પરિણીતી અને રાઘવના લગ્નના ફંક્શન દિલ્હીમાં શરૂ થયા હતા. તાજેતરમાં એક કાર્યક્રમમાં પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો.
પરિણીતી અને રાઘવ 24મી સપ્ટેમ્બરે સાત ફેરા લેવાના છે. પરિણીતી અને રાઘવ 24 સપ્ટેમ્બરે બપોરે લગ્ન કરવાના છે. જે બાદ સાંજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.