Photos : મહેશ ભટ્ટે કેમ કહ્યું કે, મારા મરવા પર મારો પરિવાર ખુશ થશે
પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની પ્રથમ પત્ની કિરણની પુત્રી છે. જેને દર્શકો બિગ બોસના ઘરમાં ખૂબ પસંદ કરે છે. પૂજા ઘણીવાર ઘરની અંદર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી વાતો શેર કરતી જોવા મળે છે. પરંતુ આ દરમિયાન અમે તમને તેના પરિવાર વિશે સત્ય જણાવવા જઈ રહ્યા છીએ. સાંભળીને તમે ચોંકી જશો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌ કોઈ જાણે છે કે મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટ બે બાળકો પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટના માતા-પિતા છે. જ્યારે તેને તેની બીજી પત્ની સોની રાઝદાનથી બે પુત્રીઓ આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ છે.
ઘણીવાર આ બંને પરિવારો લગ્ન અને પાર્ટીઓમાં એકસાથે ખૂબ જ ખુશ જોવા મળે છે, પરંતુ તેમના સંબંધોનું સત્ય ખુદ મહેશ ભટ્ટે પોતાના એક ઈન્ટરવ્યુમાં જાહેર કર્યું હતું.
જ્યારે મહેશ ભટ્ટ એકવાર સિમી ગ્રેવાલના શોમાં પહોંચ્યા હતા. તેમણે ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યારે હું મરીશ, ત્યારે મારો પરિવાર ખૂબ ખુશ થશે. કારણ કે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, જ્યારે પણ પરિવારના વડાનું મૃત્યુ થાય છે, ત્યારે આખો પરિવાર પૈસા માટે એકબીજા સાથે લડવા લાગે છે.
મહેશ ભટ્ટે આગળ કહ્યું હતું કે, પણ હું જાણું છું કે જ્યારે પણ હું મરીશ, ત્યારે મારો પરિવાર ચોક્કસપણે કહેશે કે ઓહ મારા પિતા, ઓહ મારા પતિ... અમે તેમને યાદ કરીએ છીએ... પરંતુ તેઓ અંદરથી ખૂબ જ ખુશ છે કે હું તેમના માટે સોનાની ખાણ છોડી ગયો છું.
જાહેર છે કે, હાલ પૂજા ભટ્ટ 'બિગ બોસ ઓટીટી 2'માં લાઈમલાઈટ થઈ રહી છે. તેની સાવકી બહેન એટલે કે આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ને લઈને ચર્ચામાં છે.