મોહક સ્માઈલ અને અનારકલી સૂટમાં Kriti Sanonની તસવીરો થઈ વાયરલ, જુઓ ફોટા
આદિપુરુષ ફિલ્મના પ્રમોશન દરમિયાન ક્રિતિ સેનને ફરી એકવાર પોતાના લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હકીકતમાં અભિનેત્રીએ અનારકલી કુર્તી સાથે 'રામ દરબાર' છપાયેલો સ્ટાઇલિશ દુપટ્ટો કેરી કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેત્રી ક્રિતિ સેનનની આગામી ફિલ્મ 'આદિપુરુષ' 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ છે. આદિપુરુષમાં મા સીતાનું પાત્ર ભજવી રહેલી ક્રિતિ સેનન તાજેતરમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં જોવા મળી હતી.
ઇવેન્ટ દરમિયાન ક્રિતિ સેનને સુંદર દુપટ્ટાની સાથે સાદા બેજ રંગનો અનારકલી સૂટ પહેર્યો હતો. ક્રિતિ સેનને જે સ્ટાઇલિશ દુપટ્ટો કેરી કર્યો હતો,. તેના પર 'રામ દરબાર' છપાયેલું હતું.
એક્ટ્રેસ ક્રિતિ સેનનનો આ સિમ્પલ લૂક જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા અને તેના લુકએ બધાનું દિલ મોહી લીધું હતું. અનારકલી સૂટની સાથે ક્રિતિ સેનને મેચિંગ ગોલ્ડન જ્વેલરી પણ પહેરી હતી .