10 years of Kedarnath disaster: કેદારનાથ દુર્ઘટનાની દસમી વર્ષગાંઠ, આશરે 5 હજારના મોત, 3183 લોકો ગુમ
દસ વર્ષ પહેલાં લોકોએ જે પીડા સહન કરી હતી, તે અસરગ્રસ્ત લોકોમાંથી ભાગ્યે જ સાજા થયા છે. હકીકતમાં કેદારનાથ દુર્ઘટનાના આજે દસ વર્ષ પૂર્ણ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેદારનાથ દુર્ઘટનાની આજે દસમી વર્ષગાંઠ છે. નોંધનીય છે કે 16-17 જૂન, 2013ના રોજ કેદારનાથમાં થયેલી દુર્ઘટનામાં લગભગ 5000 લોકો માર્યા ગયા હતા અને મંદિરની આસપાસનો વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.
15 જૂન 2013ના રોજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ શરૂ થયો હતો અને ટૂંક સમયમાં જ તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે કેદારનાથ ઘાટી પૂર અને ભૂસ્ખલનની ચપેટમાં આવી ગઈ હતી.
આ દુર્ઘટનાએ 16-17 જૂનના રોજ એવો તાંડવ સર્જ્યો હતો કે આજે પણ તેને યાદ કરીને બધા કંપી ઉઠે છે. આ ભયાનક દુર્ઘટનામાં 5000થી વધુ લોકો માર્યા ગયા હતા.
કેદારનાથ ધામ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું પરંતુ તેને ચમત્કાર કહો કે બીજું કંઈક કે આ તોફાનને કારણે કેદારનાથ મંદિરની પાછળ એક પથ્થર પડી ગયો હતો, જેના કારણે મંદિરને નુકસાન થયું નહોતું. તે શિલાની આજે પણ શિલાલેખના રૂપમાં પૂજા કરવામાં આવે છે.
આ આફતમાં એવા ઘણા લોકો હતા જે પહાડો અને મોટા પથ્થરો નીચે દટાઈ ગયા હતા અને તેમના અંતિમ સંસ્કાર પણ થઈ શક્યા ન હતા.