બ્લેક ક્રોપ ટોપમાં શિલ્પા શેટ્ટી તો રેડ ડિપનેક ગાઉનમાં શહેનાઝ ગિલનો ગ્લેમરસ અંદાજ
Pinkvilla Screen and Style Icons Awards 2024માં ઘણી એક્ટ્રેસે પોતાની સુંદરતા બતાવી હતી. શિલ્પા શેટ્ટી અને શહેનાઝ ગિલ રેડ કાર્પેટ પર ગ્લેમરસ અંદાજમાં પહોંચ્યા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે શિલ્પા શેટ્ટી અને શહેનાઝ ગિલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પિંકવિલા સ્ક્રીન અને સ્ટાઇલ આઇકોન્સ એવોર્ડ નાઇટના તેમના લૂકની ઘણી તસવીરો શેર કરી છે. બંને એક્ટ્રેસના આ બોલ્ડ લુકે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં પિંકવિલા સ્ક્રીન અને સ્ટાઈલ આઈકોન્સ એવોર્ડ નાઈટમાં હાજરી આપી હતી. જ્યાં અભિનેત્રી બ્લેક લુકમાં સુંદર લાગી રહી હતી.
શિલ્પા શેટ્ટીએ ફુલ સ્લીવ બ્લેક ક્રોપ ટોપ સાથે સ્ટાઇલિશ ફ્લોર લેન્થ સ્કર્ટ પહેર્યું હતું. જેની સાથે તેણે ગ્લાસ બેલ્ટ ટાઈપ પહેર્યો હતો.
શહેનાઝ ગિલ વિશે વાત કરીએ તેણે આ ઇવેન્ટમાં લાલ રંગનું ગાઉન પહેર્યું હતું. શહનાઝ ગિલનું આ રેડ ગાઉન એકદમ ડીપ નેક હતું. જેમાં અભિનેત્રી તેના ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
શહનાઝની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. શહેનાઝ ગિલ ટૂંક સમયમાં વરુણ શર્મા સાથે ફિલ્મ 'સબ ફર્સ્ટ ક્લાસ'માં જોવા મળશે.