Amazing: મળ્યું 80 વર્ષ જુનુ બૉક્સ, જે નીકળ્યુ તે જોઇને દંગ રહી ગયા લોકો......
Amazing News: બેલ્જિયમમાં સેન્ટ જેમ્સ ચર્ચમાં કામ કરતા કામદારોને એક બૉક્સ મળ્યું જે 80 વર્ષ જૂનું હતું. આ બૉક્સમાંથી એક પત્ર પણ મળી આવ્યો હતો જે તે સમયના કામદારોએ લખ્યો હતો. સેન્ટ જેમ્સ ચર્ચ, બેલ્જિયમમાં કામદારોને 80 વર્ષ જૂનું બોક્સ મળ્યું હતુ, જેને લઇને હવે ચર્ચાઓ શરૂ થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે કોઈ ઈમારત જૂની થઈ જાય છે, ત્યારે તેનું વારંવાર સમારકામ કરવામાં આવે છે. આવું જ કંઈક બેલ્જિયમમાં થયું જ્યાં એક જૂના ચર્ચની છતનું સમારકામ કરતી વખતે એક 80 વર્ષ જૂનું બૉક્સ મળ્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ચાલો જાણીએ શું છે ફૂલ સ્ટૉરી.
બેલ્જિયમના એન્ટવર્પમાં સેન્ટ જેમ્સ ચર્ચમાં કામ કરતા કામદારોને એક બૉક્સ મળ્યું જેમાં 80 વર્ષ જૂની નોટ લખેલી હતી. આ નોંધમાં તે સમયના કામદારોએ તેમના સંજોગો અને પરિસ્થિતિઓને વર્ણવી છે.
બોક્સની અંદરથી મળેલો પત્ર 21 જુલાઈ 1941ના રોજ લખાયેલો હતો. આ પત્રમાં ચાર લોકોએ પોતાની સહીઓ પણ મૂકી છે. તેમાં જ્હોન જેન્સેન, જુલ્સ ગીસેલિંક, લૂઈસ ચેનટ્રેન અને જુલ્સ વેન હેમેલ્ડોન્કનો સમાવેશ થાય છે.
પત્રમાં મજૂરોએ લખ્યું હતું કે જ્યારે આ છત ફરીથી રિપેર થશે ત્યારે અમે ભાગ્યે જ જીવિત રહીશું, પરંતુ અમે આવનારી પેઢીને કહેવા માંગીએ છીએ કે અમારું જીવન બિલકુલ સુખી ન હતુ.
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ પર લોકો અલગ-અલગ કોમેન્ટ પણ આપી રહ્યા છે. એક વ્યક્તિએ શું સુંદર મેસેજ લખ્યો, જ્યારે બીજાએ આ પોસ્ટની મજાક ઉડાવી. જુદી જુદી પરિસ્થિતિ, એક જ સંદેશ.
પત્રમાં કામદારોએ આવનારી પેઢીને જ્યારે પણ યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે અગાઉથી જ ચોખા, કોફી, લોટ, ઘઉં અને અનાજ પોતાની સાથે રાખવાની સલાહ આપી હતી. તમારા ઘરની સંભાળ રાખો, પુરુષોને સલામ કરો.